________________
- ૭૯૬
જૈન તત્ત્વ પ્રકાશ ૯પેસારંભ પ્રતિમા–નવ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પિષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત્ત ત્યાગ અને અણુરભ પૂર્વક છ કાય જીવેને આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ.
૧૦ “ઉદિષ્ટભક્ત પ્રતિજ્ઞા–દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પોષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિરત્યાગ, અણારંભ અને પેસારંભના પરિત્યાગપૂર્વક પોતાને માટે બીજા કેઈએ છ કાયને આરંભ કરી વસ્તુ બનવેલી હોય તેને ગ્રહણ ન કરે તેમ જ તે હજામત કરાવે છે અથવા બાલ રાખે છે. હું જાણું છું કે હું નથી જાણ એ બે ભાષા જ બોલવી તેને કપે છે.
૧૧. “સમણુભય પ્રતિમા–સમ્યકત્વાદિ ૧૦ બેલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુને વેષ ધારણ કરે. ત્રણ કરણ ત્રણ વેગથી - સાવદ્ય કર્મને ત્યાગ કરે. મસ્તક, દાઢી અને મૂછને લેચ કરે, શિખા (ટલી) રાખે, શક્તિ ન હોય તે હજામત પણ કરાવે. રજોહરણની દાંડી પર કપડું ન બાંધે, ખુલ્લી દાંડીને રજપુરણ રાખે, ધાતુનાં પાત્ર - રાખે અને સ્વજાતિમાં ભિક્ષાવૃત્તિથી ૪૨ દેષરહિત આહારપાણે આદિ જે વસ્તુની જરૂર હોય તેને ગ્રહણ કરે, કેઈ ગૃહસ્થ સાધુ અથવા મહારાજ આદિ શબ્દથી સંબેધન કરે ત્યારે સ્પષ્ટ કહી દે કે, હું સાધુ નથી, પણ ડિમાધારી શ્રાવક છું. ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહાર આદિને ઉપાશ્રય આદિ સ્થાનકમાં લાવીને મૂરછ રહિત ભેગવે.
આ પ્રમાણે ૧૧ પ્રતિમાનું પાલન કરવામાં પ વર્ષ લાગે છે. પછી શારીરિક શક્તિ ક્ષીણ થઈ જાય, આયુષ્યને અંત નજીક જણાય તે સંથારે કરી દે. અને આયુષ્ય અધિક હોય તે દીક્ષા લેવી હોય, તે દીક્ષા લે.
પૂર્વોક્ત પ્રકારથી ૧. જઘન્ય શ્રાવક સમકિતી કહેવાય છે. ૨. મધ્યમ શ્રાવક વ્રતધારી કહેવાય છે. અને, ૩. ઉત્કૃષ્ટ શ્રાવક પડિમાધારી કહેવાય છે. એમ ૩ પ્રકારના શ્રાવક હોય છે.