________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–ાવકાચાર
૭૯૩ શુદિથી પણ જૈન સાધુઓને ખરાબ સમજે છે. માન સન્માન આપવું તે બાજુએ રહ્યું, પણ તેમનું ચાલે ત્યાં સુધી સુસાધુઓને પરિષહ આપવામાં પણ પ્રયત્નશીલ રહે છે.
વધારે શું કહીએ? કેટલાક તે સાધુની ઘાત કરવાનું પણ ચૂકતા નથી. આવા જૈનાભાસીઓથી ચેતતા રહેવું. ભગવતે તે શ્રાવકના પહેલા વ્રતમાં ભાત પાણીની અંતરાય પડાવવી તેને અતિચાર કહ્યો છે. રાષભદેવજીએ પૂર્વભવમાં એક બળદને મેંઢે છીંકુ ચડાવ્યું હતું તે ૧૨ મહિના સુધી આહાર ન મળે. | તીર્થકરોને પણ કમેં ન છોડયા તે બીજાનું શું ગજું? માટે દાનમાં અંતરાય ન પડાવ અને સુપાત્રને યુગ પ્રાપ્ત થતાં યચિત લાભ લેવું જોઈએ. કેમ કે શ્રાવકનાં ૧૧ વ્રત તે તિર્યંચ પણ ધારણ કરી શકે છે. પરંતુ બારમું વ્રત આર્ય મનુષ્ય સિવાય અન્ય કઈ પણ નિષ્પન્ન કરી શકતું નથી.
૧ સુકાવક પ્રથમ સાધુ સાધ્વીને યથાવિધિ દાન આપી પછી પારણું કરે. કદાચિહ્ન યોગ ન હોય તે દિશાવલોકન કરી પારણું કરે. સાધુને દેવાયોગ વસ્તુ જો સાધુનો યોગ હોય તો તેમને આપ્યા વિના પોતે ભોગવે નહિ. સ્થાન, શય્યાશન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આદિ જે પોતાની પાસે હોય તેમાંથી કંઇક પણ હિસ્સો સાધુને અવશ્ય આપવો જોઈએ. વિશેષ દેવાનો અવસર ન હોય તો થોડામાંથી થોડું પણ દેતા રહેવું. આમ ઉપદેશમાલામાં કહ્યું છે.
૨ અહીં મનુષ્ય લોકમાં શ્રાવકનું વ્રત લઈ પછી તેને ભંગ કરે છે, તેમાંથી કેટલાક મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરી અસંખ્યાતમા “અણવર’ નામના દ્વીપમાં સંખ્યાતા જોજન લાંબું પહોળું માન સરોવર છે, તેમાં મચ્છાદિપણે ઉત્પન્ન થાય છે. તે સરોવરના કંઠસ્થળ ઉપર રત્નમય રેતી છે અને સિંહાસનભદ્રાસન બિછાવેલાં છે ત્યાં જ્યોતિષી દેવો ક્રીડા કરવા આવે છે. તે દેવદેવીઓને જોઈને જલચર જીવોને અવગ્રહ, ઈહા, અવાય, અનુપ્રેક્ષા કરવાથી જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી તેઓ ભૂતકાળમાં મનુષ્યના ભવમાં કરેલાં વ્રતભંગ માટે પશ્ચાત્તાપ કરે છે અને ભવિષ્યમાં પોતાના આત્માનું શ્રેય કરવા માટે શ્રાવકનાં ૧૧ વ્રત અંગીકાર કરે છે. પાણીમાં રહ્યા થકા