________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
૭૮૯ (૬) “પડિગ્નેહં”—પાત્ર; લાકડાનાં તુંબડાનાં કે માટીનાં. (૭) “કબલ”—ઊનનાં વસ્ત્ર, ધાબળે, બનાત, ફલાલીન, આદિ.
(૮) પાયપુચ્છણે –રજોહરણ, શુ છે તથા બિછાવવાનું જાડું વસ્ત્ર.
આ આઠ વસ્તુ તે આપ્યા પછી પાછી લેવાતી નથી.
(૯) “પીઢ – આહાર પણ રાખવા તથા બેસવાને નાને પાટલે.
(૧૦) “ફ્લગ’–સૂવાની પાટ અથવા પૃષ્ટ વિભાગમાં સ્થાપન કરવાનું પાટિયું.
(૧૧) “સેજજા”—રહેવા માટેનું મકાન.
(૧૨) “સંથાર –વૃદ્ધ, તપસ્વી, રેગી, સાધુઓની પથારી માટે ઘઉંનું, શાળીનું, કેદ્રવા, વગેરેનું પરાળ.
(૧૩) “ઓસહ”—ઔષધ, સૂઠ, અચેત મીઠું, હિમેજ, મરી, આદિ.
(૧૪) ભેસજ –શતાકાદિ તેલ, ચૂર્ણ, ગાળી, વગેરે તૈિયાર કરેલી દવા.
આમાંથી જે જે વસ્તુઓની આપણે ત્યાં જોગવાઈ હોય તેનું આમંત્રણ કરવું. વહેરાવતી વખતે ગરબડ કરવી નહિ, ગભરાવું નહિ, સાધુના પૂછવાથી જેવી હોય તેવી સત્ય વાત કહેવી. અક૫તું કે અસૂઝતું વહેરાવવું નહિ. અસૂઝતું વહેરાવવાથી ટૂંકું આયુષ્ય બંધાય છે, એટલા માટે જેવું છે તેવું કહી દેવું, અને સાધુ કહે કે અહે ! આયુષ્યમન્ ! આ અમારે કપે નહિ. આ પ્રસંગે શ્રાવક પોતાના દાનાંતરાય કર્મને ઉદય જાણી પશ્ચાત્તાપ કરે. અને તે દિવસે કંઈક પચ્ચખાણ કરે અને કદાચિત જેવું હોય તેવું કહી દીધા બાદ કઈ