________________
- ૧૭૮૨
જેન તત્વ પ્રકાશ
જરૂર પડે તે ઉપાશ્રયમાં રહેલા કૃતિકાદિકના ભાજનમાં કારણથી નિવૃત્ત થઈ સ્થાનક બહાર પરિઠવે. પરિઠવવા જતી વખતે “આવસહિ’ શબ્દ ત્રણ વાર કહે અને નિર્જીવ જગ્યા જોઈ રજોહરણથી પ્રમાર્જન કરી કહે કે “અણજાણહ જસ ઉગહ” આ શબ્દથી શકેંદ્રની આજ્ઞા માગે, પછી માત્રા (પેશાબ) છૂટું છૂટું પરઠવીને “સિરામિ શબ્દ ૩ વાર કહે. પછી સ્થાનકમાં આવતી વખતે “નિસહિ” શબ્દ ત્રણ વાર કહી પ્રવેશ કરે. ભાજનને સૂકવી યતનાથી એક બાજુ મૂકે. પછી ઈરિયાવહી પડિક્કમે, કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ બોલે અને પછી કહે કે, “પરિઠવવાની ક્રિયા યથાવિધિ કરી ન હોય, છકાય જીવની વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ.
કદાચિત્ વડી નીતનું કારણ ઉત્પન્ન થાય તે પોષધમાં ધારણ કરેલાં વસ્ત્ર, મુહપત્તી વગેરે તેમ જ રહેવા દઈ કેઈ ગૃહસ્થના ઘેરથી અચેત પાણી લેટા વગેરેમાં ગ્રહણ કરી, એકાંત નિરવદ્ય ભૂમિકામાં જઈ નિવૃત્ત થઈ બધી વિધિ લઘુનીતમાં કહ્યા પ્રમાણે કરે. કદાચિત્ પિત્તકેપ થઈ જાય-ઊલટી થાય તે પણ તે પરઠવવાની વિધિ પણ ઉપર મુજબ કરે અને તે ઉપર ધૂળ, રાખ, વગેરે નાખી દેવાથી ત્રસ જીવની ઘાત તેમ જ સમૂર્ણિમની ઉત્પત્તિથી બચી શકાય છે. શ્લેષ્માદિ પરઠવવાની વિધિ પણ તે જ પ્રમાણે જાણવી.
પિષધવ્રતમાં વિના કારણે દિવસે સૂવું નહિ. દિવસના ચોથા પહોરમાં પિતાના વાપરવાનાં વસ્ત્રો, રજોહરણ, ગુચ્છ, વગેરેની પ્રતિલેખના કરે, તેમજ રાત્રે લઘુનીતનું કામ પડે તે માટેની ભૂમિની પણ પ્રતિલેખના કરે. ઉપર પ્રમાણે ઈરિયાવહી પડિક્કમે, સાંજે દેવની પ્રતિક્રમણ કરે. પહોર રાત્રિ વીતે ત્યાં સુધી ધર્મધ્યાન કરે.
પછી નિદ્રા લેવાની જરૂર હોય તે ભૂમિ અને બિછાનાની રજેહરણથી પ્રાર્થના કરે. ધ્યાન સ્મરણ કરીને પછી હાથ પગને લાંબાટૂંકા ન કરતાં નિદ્રા લે. નિદ્રામાંથી પાર રાત્રિ બાકી રહે ત્યારે જાગૃત થઈ ઈરિયાવહિ પડિકમે તથા ૪ લોગસ્સન અને પહેલા સમણ સૂત્રને