________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ—શ્રાવકાચાર
૨. અલ્પમજિય--દુષ્પમજિય સિજ્જાસ'થારએ -~ઉપર મુજબ દૃષ્ટિથી દેખવા છતાં કેઇ સ્થળે જીવની શ’કા પડે ત ત્યાં અગર દૃષ્ટિ ખરાબર ન પહેાંચે તેવા અંધકારવાળા સ્થાનમાં રજોહરણુ, ગુચ્છકાદિથી પ્રમાન કર્યાં વિના ગમનાગમન કરે તથા સ્થાન, પાટ, બિછાનનાં તેમ જ એઢવાનાં વસ્ત્રાદિ પ્રમાન કર્યા વિના કામમા લે અથવા ખરામ રીતે પ્રમાર્જન કરે તે અતિચાર લાગે.
૭૮૫
૩. અપડિલેહિય-દુપડિલેહિય ઉચ્ચારપાસવણ ભૂમિ –વડી નીત, લઘુ નીત, વમન, આદિ પરઠવવાની ભૂમિને સૂક્ષ્મ દૃષ્ટિથી દેખ્યા વિના તેમ જ રાખ, છાણ, કચરો, વગેરેના ઢગલા ઉપર પરવે અથવા નજર ખીજે હાય અને પરાવે ખીજે તે અતિચાર લાગે. કારણ કે આ પ્રમાણે પરિઝવવામાં હિંસા થવાના સ’ભવ છે.
૪. અપ્પમજિય દુપ્પમજ્જિય ઉચ્ચાર પાસવણ ભૂમિ —નજરે જોયા છતાં કોઈ પણ જીવજંતુ હાવાની શંકા હાય તે અથવા અંધકારદિના કારણે દૃષ્ટિના ઉપયોગ ન પહેોંચે તેવા સ્થાનમાં ગુચ્છા કે રજોહરણથી પ્રમાન કર્યાં વિના લઘુ નીત, વડી નીત આદિ પરવે તે અતિચાર લાગે અથવા દુષ્ટ રીતે પ્રમાન કરવાથી અતિચાર લાગે.
૫. પેાસહસ્સ સમ' અણુણુપાલણયા—પેષધાપવાસ વ્રતનુ સમ્યક્ પ્રકારે અનુપાલન ન કરે. તેની જે વિધિ કહી છે તે પ્રમાણે કરે નહુિ અથવા કર્યાં બાદ સમ્યક્ પ્રકારે પાળે નહિ.
ઉપર્યુક્ત ૧૮ દોષોમાંથી કોઈ પણ દોષ લગાડે. આજ મારે અમુક કાર્ય કરવાનું હતું, મે નાહક પેષા કર્યો, ઇત્યાદિ પશ્ચાત્તાપ કરે, પારણામાં ખાવાપીવાની વસ્તુ વિષે વિચાર કરે. પાષા કર્યાં પછી અમુક સમારભનાં કાર્યાં કરીશ એવા નિશ્ચય કરે. અસબદ્ધ વચન ખલે, આરંભની વૃદ્ધિનાં વચન મેલે, અયતનાથી ગમનાગમન કરે, સાધુ, સાધ્વી તથા શ્રાવક શ્રાવિકાનું અપમાન કરે, પાષાના સમય પૂર્ણ થયા પહેલાં પાષા પારવાની ગરબડ કરે. પાષા પારવાની, પ્રતિલેખના
ત્
૫૦