________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૫૭ બીજી રીતે પણ ૮ પ્રમાદ કહ્યા છે: (૧) અજ્ઞાનતામાં રમણ કરવું, (૨) વાતવાતમાં શંકા કરવી, (૩) પાપત્પાદક કહાણીઓ, નેવેલ, ઠોકશાસ્ત્રાદિ પુસ્તકોનું પઠન, (૪) ધન, કુટુંબાદિ પર અત્યંત લુબ્ધ બનવું, (૫) દુશ્મન પર તથા મલિન વસ્તુ પર દ્વેષભાવ ધારણ કરે. (૬) ધર્માત્માને આદર સત્કાર ન કરવો, (૭) ધર્મકરણ આદરપૂર્વક ન કરવી, અને, (૮) ખોટા વિચાર, ઉચ્ચાર અને આચારથી ત્રણ ગેને મલિન કરવા. આ આઠ પ્રમાદ સંસાર સમુદ્ર તરવાના અભિલાષીએ સદૈવ ત્યાગવા જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારને લાભ નથી અને કર્મબંધ તે સહેજે જ થઈ જાય છે.
કેટલાક લોકો ગંજીપ, ચપાટ, શેતરંજ આદિની રમતમાં, ફિગટના ગડા મારવામાં કે ખરાબ પુસ્તકે વાંચવામાં એવા તે મશગૂલ થઈ જાય છે કે તેમને વખતને ભૂખ, તરસ, ટાઢ, તડકાને પણ ખ્યાલ રહેતું નથી; આથી તેઓ અનેક વ્યાધિઓના ભોગ બની બેસે છે, તેમાંથી તરેહ તરેહના ઝઘડા ઉત્પન્ન થાય છે, સાજનેને પણ શત્રુ માની લે છે. રમતમાં જે હારી જાય છે તે અત્યંત શરમિંદા અને દુર્ગાની બની જાય છે. આમ, ખેલતાં ખેલતાં તેને જુગારને શેખ પણ લાગી જાય છે. પછી તે જુગારી સટ્ટાબાજ બની, ધન અને આબરૂની ધૂળધાણી કરી વખતે રાજને પણ કેદી બની જાય છે અથવા અકાળ મૃત્યુ પામે છે.
સમયને આ પ્રમાણે અપવ્યય કરવાને બદલે જે વ્યાખ્યાનશ્રવણ, ‘ધર્મ પુસ્તકનું પઠન, સપુરુષને ગુણાનુવાદ કે સદુપદેશાદિ રૂડાં કાર્યમાં સદ્વ્યય કરે છે તે ધર્માત્મા સપુરુષ કહેવાય છે. અનેક મનુષ્યના તે પ્રિય કે પૂજનીય બને છે. યશસ્વી અને સુખી થાય છે. આવું જાણ શ્રાવકોએ નિવૃત્તિને સમય ખરાબ કામમાં ન વિતાવતાં ધર્મલાભ લે. કેટલાક અન્ન મનુષ્ય નિર્દોષ માર્ગ છેડીને આડે માર્ગે ચાલે છે તથા કાચી માટી, પાણી, લીલોતરી, કીડીયારાં આદિને ખૂંદતા ચાલે છે. વિને કારણ વૃક્ષની ડાળ, પાંદડાં, પુષ્પ આદિ તેડી નાખે છે. હાથમાં સેટી હોય તે વૃક્ષને, ગાયને કે શ્વાન આદિને મારતા ચાલે છે.