________________
૭૬૩ :
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૯ નવમું સામાયિક વ્રત જીવાજીવ સર્વ પદાર્થો પર તથા શત્રુ મિત્ર પર જ્યારે સમભાવ થવારૂપ લાભની પ્રાપ્તિ થાય ત્યારે તે નિશ્ચય સામાયિક ' કહેવાય. સામાયિક કરતી વખતે સંસારનાં સર્વ કાર્યોથી નિવૃત્તિભાવ ધારણ કરી પૃથ્વી, પાણી, અગ્નિ, પુષ્પ, ફળ, ધાન્યાદિ જે સચિત વસ્તુ છે તે બધાથી અલગ એકાંત સ્થાન-પષધશાળા, ઉપાશ્રય, સ્થાનકાદિમાં સાંસારિક સ્વરૂપનાં દર્શક પાઘડી, અંગરખુ, દાગીના વગેરે દૂર કરી, ઓઢવાના વસ્ત્રમાં કઈ પણ સચેત વસ્તુ કે જંતુ આદિ રહેવા ન પામે તેટલા માટે તેનું પ્રતિલેખન કરી નિજીવ ફાસુક ભૂમિકાને ગુચ્છા કે પિંજણીથી પજી પ્રમાજી એક આસન (પાથરણું) ઊન, સૂતર કે શણનું બિછાવે તેમજ આઠ પડવાળી મુડપત્તી પડિલેહીને (બારીકાઈથી નજરે જોઈને) મુખ પર બાંધે.
પછી સાધુ સાધ્વીજી હેય તે તેમને નમસ્કાર કરી સામાયિકની આજ્ઞા માગે. ન હોય તે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ મુખ રાખી પ્રથમ નવકાર મંત્ર ભણે, પછી શ્રી સીમંધરસ્વામીને તિખુન્નો—ત્રણ વાર ઊઠબેસ કરી, “આયોહિણું”—બે હાથ જોડી, જમણા કાનથી ફરી
૧ સમ=સમભાવ+જ્ઞાચક્લાભ-ફ#_વાળું–જેનાથી સમભાવને લાભ થાય તે સામાયિક અથવા જેમાં આત્માને શાંત રસ પ્રાપ્ત કરનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને લાભ તે સામાયિક.
૨ ઉપાસક દશાંગ સૂત્રમાં કુંડકાલિક શ્રાવકે સામાયિક કર્યું હતું ત્યારે નામાંકિત મુદ્રિકા (વીંટી) દૂર રાખી હતી. આથી એમ સમજાય છે કે, સામાયિકમાં અંગ ઉપર કોઇ પ્રકારને દાગીને રાખવો ન જોઈએ.
3 एगवीसंगुलायाय, सोलसंगुल विच्छिणो । चउक्कार संजुयाय, मुहपत्ति ओरिसा होइ ॥
અથ–૨૧ અંગૂલ લાંબા અને ૧૬ અંગૂલ પહોળા વસ્ત્ર ખંડનાં આઠ પડ, કરીને તેના મધ્યમાં દોરો નાખીને મુખ પર બાંધે તેને મુહપત્તી કહેવાય છે. मुहणंतगेण कण्णाट्ठिया विणा बंधइ जे कोवि सावाए धम्म किरियाय करंति, तस्स अकारस्स सामाधिएणं पायच्छितं भवई ॥
અર્થાત–મુહપત્તી બાંધ્યા વિના સામાયિક કરે તો ૧૧ સામાયિકનું . પ્રાયશ્ચિત્ત આવે.