________________
પ્રકરણ ૫ મું : સાગારી ધ —ાવકાચાર
—કાયાએ કરી * તુસ' તે પાપ વ્યાપારીને ભતે’-અહે ભગવાન ! ‘પડિક્કમામિ’–પ્રતિક્રમું છું, નિામિ'-નિદુ છું.. ગરામિ’-ગુરુ સાક્ષીએ નિદુ છું. અપાણુ વેસરામિ-આત્માને પાપ કાર્યાંથી અલગ રાખું છું. આ પ્રમાણે વ્રત વ્રતુણુ કરી, પછી ડાબે ઢીંચણ ઊંચા રાખી બેસે અને બે હાથ જોડી પ્રથમ સિદ્ધને અને પછી અરિહુ તને એમ નમાત્થણ લે.
૭૬૭
નવમા વ્રતના ૫ અતિચાર
૧. ‘મણુ દુપ્પણિહાણે' મનમાં ખરાબ વિચાર કરે તે અતિચાર લાગે. જંગલી ઘેાડાની પેઠે મન સન્માગ છેડી ઉન્માર્ગે દોડી જાય છે, તેટલા માટે જ્ઞાનરૂપ લગામથી મનરૂપ ઘોડાને કાબૂમાં રાખી સન્માર્ગે પ્રવર્તાવવા તે સામાયિકધારી શ્રાવકનુ ક બ્ય છે.
મનના ૧૦ દોષ કહ્યા છે.
(૧) ‘અવિવેક દોષ’-વિવેક વિના સામાયિક કરે તે
(૩) ‘લાભવાંછા દોષ’-ધનાદિ લાભની ઈચ્છાથી કરે તે.
(૨) ‘યશવાંછા દોષ’–યશકીતિ અર્થે કરે તે. (૪) ગવ દોષ –મારા જેવું શુદ્ધ સામાયિક કણ કરી શકે એવા ગવ કરે તે.
(૫) ‘ભયદાષ’–કોઈ વ્યક્તિ કે નિ ંદાના ભયથી સામાયિક કરે તે. (૬) ‘નિદાન દોષ’–સામાયિક કરીને તેનું ફળ ધન, સ્ત્રી, આદિ ઇચ્છે તે.
૧ બે કરણ અને ત્રણ જોગના છ ભાંગા થાય છે, ૨. કરું નહિ મનથી, ૨. કરું નહિ–વચનથી, ૩. કરું નહિ કાયાથી, ૪. કરાવું નહિ મનથી, પ. કરાવું નહિ વચનથી, ૬. કરાવું નહિ કાયાથી, આમાં અનુમેદના એટલે ભલું જાણવાના ૩ ભાંગા ખુલ્લા રહી જાય છે. કારણ કે ગૃહસ્થથી મનેાનિગ્રહ થવે બહુ મુશ્કેલ છે. જેમ કે, સામાયિક અંગીકાર કર્યા પછી કોઈ કહે કે તમારે પુત્રાદિના લાભ થયો છે ત્યાદિ. આવાં વચન સાંભળતાં મનમાં ખુશાલી ઊપજે છે. વચનથી હુંકારાદિ શબ્દ નીકળી જાય છે અને કાયા પ્રફુલ્લિત પણ બની જાય છે. એટલા માટે અનુમેાદનાના ત્રણે બાલ શ્રાવક શ્રાવિકા ખુલ્લા રાખે છે.