________________
૭૭૮
જૈન તત્વ પ્રકાશ
ઉપરનાં દસ પચખાણનો સમાવેશ આ દસમા વ્રતમાં થઈ જાય છે. તેમ જ અતિથિ સંવિભાગ વ્રત સિવાયના ૧૧ વ્રતોને પણ તેમાં સમાવેશ થાય છે.
વર્તમાન કાળે આ વ્રત આદરનાના બે પ્રકાર છે.
ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ આદિ દેશના શ્રાવકે તે આ વ્રતના પાઠના કથનાનુસાર પ્રાતઃકાળથી જ ધર્મસ્થાનકે જઈને દિશાની અને ઉપગ-પરિભેગની મર્યાદા કરીને, બધી સચેત વસ્તુ ભેગવવાના, સ્ત્રીનો સંઘટ નહિ કરવો, વગેરે પૂર્વોક્ત દયાપાલન વ્રતમાં કહ્યા પ્રમાણે મર્યાદાનું પાલન કરે છે. બીજાને માટે બનાવેલ આહાર પ્રાપ્ત કરી ભોગવે છે.
(૨) માળવા, મારવાડ, મેવાડ, દક્ષિણાદિ દેશોમાં શ્રાવકે ઉપવાસમાં પાણી પીવું હોય, અફીણ લીધું હોય, તમાકું સૂંઘી હોય એમ કઈ પણ વસ્તુનું સેવન કર્યું હોય છે. તેમ જ ઉપવાસ કરનારા આ દિવસ સંસારનાં કાર્યો કરી થોડા દિવસ બાકી રહે ત્યારે સંવર કરવા સ્થાનકમાં આવે છે અને તે દસમું વ્રત અંગીકાર કરે છે.
દસમા વ્રતના પ આતિચાર ૧. આણવણ૫ઓગે—મર્યાદાની બહારથી કઈ વસ્તુ અન્ય દ્વારા મંગાવવી તે. - ૨. પિસવણુપુઓ– મર્યાદાની બહાર કઈ ચીજ મેકલવી તે.
૩. સદાવાઓ-મર્યાદાની બહાર રહેલા મનુષ્યાદિને શબ્દપ્રયોગ કરી બેલાવવો તે.
૪. સવાણુવાએ-મર્યાદાની બહાર પોતે ન જતાં મુખ આદિ અંગ દેખાડીને મનુષ્યાદિને બોલાવવાની ચેષ્ટા કરે તે.
૫. બહિયા પુગલ પફએ-મર્યાદિત ક્ષેત્રની બહાર પથ્થર કાંકરી, આદિ ફેંકી બેલાવવાને સંકેત કરે તે.