________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
૭૫૯
તેને સાંભળીને મનુષ્ય જે જે પાપકર્મનું આચરણ કરશે તે તે હિંસાને ભાગીદાર તે ઉપદેશક બનશે તથા મિથ્યાધર્મની વૃદ્ધિ થવાથી અનેક આત્માઓ સંસારમાં ડૂબશે. તે બધાં પાપ તે ઉપદેશકને લાગે છે અને તેના હાથમાં કશું આવતું નથી. આવા અનર્થદંડથી પોતાના આત્માને દંડિત કરે તે શ્રાવકને ઉચિત નથી, એટલા માટે આ અનર્થદંડને બે કરણ અને ત્રણ જેગથી ત્યાગ કરી પ્રથમ વ્રત પ્રમાણે આ વ્રત પણ શ્રાવક અંગીકાર કરે છે.
આઠમા વ્રતના ૫ અતિચાર ૧. કંદપેકંદર્પ–કામેત્પાદક કથા કરે. જેમકે સ્ત્રીઓ સમક્ષ પુરુષના કે પુરુષ સમક્ષ સ્ત્રીના હાવભાવ, વિલાસ, ખાન, પાન, શંગાર, ભેગેપગ, ગમનાગમન, હાંસી, મશ્કરી, ગુપ્ત અંગે પાંગનું વર્ણન, ઈત્યાદિની વિકારેત્પાદક કથાઓ કરવાથી કહેનાર અને સાંભળનાર સર્વને વિકાર ઉત્પન્ન થાય, અનેક પ્રકારની માઠી કલ્પનાઓ જન્મ પામે, કુકર્મ કરવા પ્રેરાય, ઈત્યાદિ અનર્થ થવાથી અતિચાર લાગે છે.
૨. કુશ્કેઈએ-કૌકુણ્ય અર્થાત્ કુચેષ્ટા, જેમ કે ભ્રકુટી ચડાવવી, આંખના ઇશારા કરવા, હોઠ વગાડવા, નાક મરેડવું, મુખ મલકાવવું, હાથપગની આંગળી વગાડવી, હાથપગ નચાવવા, દીન વચન અથવા બીભત્સ શબ્દોચ્ચાર કરી વિકાભવ થાય તેવી અંગચેષ્ટા કરવી, તેવી જ રીતે હોળીના તહેવારમાં નગ્ન પૂતળું બેસાડવું, નગ્ન રૂપ ધારણ કરી બીભત્સ નૃત્ય-ગાનાદિ કરવાં, કામવિકારની વૃદ્ધિ થાય એવાં નૃત્ય કરવાં, વગેરે પ્રવૃત્તિથી અતિચાર લાગે છે.
૩. મેહરિએ-મૌખર્ય, લુચ્ચાઈ આદિથી મુખનું નિરર્થક વાચાળપણું, બહુ બેલ વાપણું, અથવા વેરીની પેઠે વચન બેલે, જે વચન બોલવાથી પિતાના અને પરના આત્મગુણનું, દ્રવ્યનું કે મનુષ્યનું નુકસાન થાય, અસંબદ્વ વચન બેલે, વચનની ચપળતા કરે, ગાળે દે. તુચ્છ વચન બોલે, ઈત્યાદિ ખરાબ વચચ્ચાર કરે તે અતિચાર લાગે. આવાં વચન બોલવાથી જગતમાં નિદા થાય, ઝઘડા થાય, મારામારી