________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૪૧ માટે પિતે જાય અથવા બીજા પાસે મંગાવે તે અતિચાર લાગે, પરંતુ કોઈને કહ્યા વિના જ બીજું કોઈ લાવી આપે તેને ગ્રહણ કરી લે તે દોષ લાગે નહિ.
૪. ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રમાં વૃદ્ધિ કરે તે અતિચાર લાગે, જેમકે ચારે દિશાએ ૫૦-૫૦ ગાઉ ક્ષેત્ર રાખ્યું હોય અને કદાચિત્ પૂર્વમાં ૧૦૦ ગાઉ જવાને પ્રસંગ પડે ત્યારે વિચાર કરે કે, પશ્ચિમમાં જવાનું મારે કંઈ કામ પડતું નથી, માટે પશ્ચિમના ૫૦ ગાઉ છે તે પૂર્વમાં મેળવી દઉં. આમ વિચારી પૂર્વમાં ૫૦ ગાઉથી અધિક જાય તે અતિચાર લાગે. આમ શ્રાવકે ન કરવું જોઈએ.
૫. સઈઅંતરધાએ સંદેહ પડ્યા છતાં આગળ વધ્યું હોય. ચિત્તભ્રમ આદિ કારણે વિસ્મરણ થઈ જાય કે મેં પૂર્વમાં ૫૦ ગાઉ રાખ્યા છે કે ૭૫ ગાઉ ? જ્યાં સુધી સ્મરણ ન થાય ત્યાં સુધી ૫૦ ગાઉથી અધિક જાય તે અતિચાર લાગે.
૬ઠું વ્રત ધારણ કરવાથી ૩૪૩ ઘનરજજુના વિસ્તારવાળા સંપૂર્ણ લેકનું જે પાપ આવતું હતું તે રોકાઈને જેટલા ગાઉની મર્યાદા કરી હોય તેટલા જ ક્ષેત્રનું પાપ આવે છે. તૃષ્ણને નિરોધ થઈ જાય છે, અને મનને શાંતિ થાય છે. વ્રતધારી શ્રાવક સ્વર્ગનાં અને કેમે કરી મેક્ષનાં સુખ પ્રાપ્ત કરી લે છે.
સાતમું ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત
આહાર–અન્ન, પાણી, પકવાન, શાક, અત્તર, તબલાદિ જે -વસ્તુ એક જ વાર ભેગાવવામાં આવે તે ઉપભેગ, અને સ્થાન, વસ્ત્ર, ભૂષણ, સ્ત્રી, શયનાસન, વાસણ, આદિ જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે પરિભેગ, એ બન્ને પ્રકારની વસ્તુના મુખ્યત્વે ૨૬ પ્રકાર કહ્યા છે તેની મર્યાદા, શ્રાવક કરે છે.
૧. ઉલ્લણિયાવિહિ-શરીર સાફ કરવાના કે શેખ નિમિત્તે રાખવાના રૂમાલ ટુવાલની મર્યાદા.