________________
- ૭૫૦
જૈન તત્ત્વ પ્રકાશ
૧૯. રીગણાં તેમાં ઘણાં બીજ હાવાથી અભક્ષ્ય છે.
૨૦. અજાણ્યાં ફળ—જેનુ નામ અને ગુણદોષ જાણવામાં ન હાય તેવાં ફળ ખાવાં નહિ. કેમકે તેમ કરવાથી રાગેાત્પત્તિ થાય છે અને વખતે અકાળ મૃત્યુ પણ થઈ જાય છે.
૨૧. તુફળ-જેમાં ખાવું થેડું અને નાંખી દેવુ... ઘણું. શેરડી, સીતાફળ, બોર, જાંબુડાં, વગેરે.
૨૨. રસ ચલિત–જે વસ્તુ બગડીને તેને રસ પલટી ગયા હાય, દુર્ગંધવાળી બની ગઈ હેાય એવી વસ્તુથી પણ રેગેાત્પત્તિ તથા અસખ્ય જવાની ઘાત થવાના સ`ભવ છે.
સાતમા વ્રતના ૨૦ અતિચાર
ભેાજન સંબધી પ અતિચાર :
૧. સચિતાહારે શ્રાવકને સચેત વસ્તુ-કાચુ પાણી, લીલેતરી આદિનાં પચ્ચખ્ખાણુ હાય અને ભેજનમાં તેવી કઈ વસ્તુ આવી ગઈ હાય ત્યારે તે સચેત છે કે અચેત તેને પૂરો નિર્ણય થયા વિના તે વસ્તુ ભેગવવી ન જોઈ એ. છતાં ભોગવે તે અતિચાર લાગે. કદાચિત્ સર્વથા સચેતનાં પ્રત્યાખ્યાન ન થઈ શકે તે તેનું ઇચ્છિત પરિમાણુ કરે અને તેનાથી અધિક ભોગવવાનાં પચ્ચખ્ખાણુ કરે. પરિમાણ કેટલું' કર્યું. તેનું વિસ્મરણ થઈ જાય તા જ્યાં સુધી પૂરું સ્મરણ ન થાય ત્યાં સુધી સચેત વસ્તુ ખાવી નહિ. ખાઈ લે તે અતિચાર લાગે.
૨. સચિત પરિઅદાહારે-કેરી, તરબૂચ વગેરે ઉપરથી તે નિર્જીવ છે પણ અંદરની ગેાટલી, ખીજ સચેત છે તથા વૃક્ષથી તરતના લીધેલે ગુંદ, તરતની વાટેલી ચટણી, તરતનું ધાવાળુ પાણી, વગેરે સચિત્ત પ્રતિબદ્ધ આહાર કહેવાય છે. આમ્રાદિ ફળની ગોટલી અલગ કર્યાં પહેલાં તથા ચટણી આદિ પર પૂરુ શસ્ત્ર પરિણમ્યા પહેલાં સચેતનાં પચ્ચખ્ખાણુવાળા તેને ભગવે તે અતિચાર લાગે.