________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
૭પ૩ (૯) વિષ વાણિજ્ય-ઝેરી પ્રાણઘાતક વસ્તુ જેવી કે, અફીણ, વચ્છનાગ, સેમલ, ધતૂરો, ઈત્યાદિ ઝેરી ઔષધિઓ તેમ જ ઉપલક્ષણથી તલવાર, ધનુષ્ય, ચક્ર, ભાલા, બરછી, બંક, તપ, તમંચા, ચપુ, છરી, કટારી, ક ઇત્યાદિને વેપાર પણ વિષ વાણિજ્ય કહેવાય છે.
(૧૦) કેશ વાણિજ્ય-મનુષ્ય, પશુ, પક્ષીના વાળ કે પીછાંની બનેલી વસ્તુ ૪ જેવી કે, ધાબળા, શાલ, ઊનનાં વસ્ત્ર, મેજા, ટોપી, તથા ચમરી ગાયના વાળનાં બનેલાં અમર આદિ વેચે તથા મનુષ્ય, પશુ, પક્ષીને વેચવા તે પણ કેશ વાણિજ્યમાં ગણાય છે.
(૧૧) યંત્ર પીલન કર્મ–તલ વગેરે પીલવાની ઘાણી, કપાસ લઢવાના ચરખા, શેરડી પીલવાના સીચેડા, જિન +, મિલ, ચક્કી, વગેરે વેચે અથવા તેનાં ચક, પટા, પુલી, ખલા, આદિ સામાન વેચે તે યંત્રપાલન કર્મ જાણવું.
(૧૨) નિલંછન કર્મ–બળદ, ઘેડા આદિ પશુઓને ખસી કરે (ગુહ્યાંગનું છેદન કરે), કાન, નાક, શીંગ કે પૂંછડાનું છેદન કરે; મનુષ્યને નાજર ) બનાવે છે. આ બધાં નિલંછન કર્મ છે.
* શસ્ત્રોથી જેટલી જીવહિંસા થાય છે તેના પાપને હિસ્સો શસ્ત્ર બનાવનારને, વેચનારને અને વાપરનારને સૌને લાગે છે.
* ટોપી આદિ પર પક્ષીઓનાં પીછાં લગાવવા માટે હિંસક લોકો જીવતાં પક્ષીઓની પાંખો ઉખેડી લે છે. તે બિચારાં તરફી તરફડીને મરી જાય છે.
-- કપાસમાં જીવડાં બહુ હોય છે. તે ચરખાના રોલમાં પિલાઈને મરી જ છે. તેમ જ મિલ તો મહા આરંભનું સ્થાન છે. તેમાં તે વખત પર મનુષ્ય જેવા પણ અકસ્માતથી મરી જાય છે.
0 બિચારાં પરાધીન પહેલાં અનાથ પશુઓનાં ગુપ્ત અંગોનું છેદન કરતી વખતે કેટલાંક પશુ તો અકાળ મૃત્યુ પામે છે; ખૂબ-ખૂબ અસહ્ય દુ:ખો ભોગવે છે. આ કામ ઘણું જ નિર્દય અને નિંદનીય છે.
= રજવાડાંમાં કેટલેક ઠેકાણે દાસીપુત્રને નાનપણથી જ અંગભંગ કરી નામર્દ બનાવે છે. અને પછી તે મોટો થાય ત્યારે રાણીઓના રક્ષણાર્થે પહેરેગીર તરીકે તેને રાખે છે. આ લોકોને નાજર કહેવામાં આવે છે.
४८