________________
૭૫૪
જૈન તત્તવ પ્રકાશ
(૧૨) દવાનિદાપન કર્મ–જંગલ ખેતર, બાગ, બગીચા, આદિમાંથી કચરો ઘાસ વગેરે સાફ કરવા માટે આગ લગાડે.
(૧૪) સરદ્રહ તલાવ શેષણ કર્મ-તલાવ, કહ (કુંડ), કુવા, વાવ, નદી, નાળાં, આદિ જળાશયનાં પાણી ઉલેચાવે તથા તળાવ આદિની પાળ ફેડી ખેતર, બગીચા, વગેરેને પાણી પાવાને માટે નીકે વહેવરાવે તેમ જ જળાશય સાફ કરવાને માટે પાણી ઉલેચાવે તે સરહ તલાવ પરિશેષણ કર્મ.
(૧૫) અસતીજન પોષણ કર્મ અસતીનું પોષણ કરે અર્થાત્ બકરીઓને વેચાણ લઈને કે દાસીઓનું ખાન, પાન, વસ્ત્રાભૂષણ, આદિથી પિષણ કરીને તેમની પાસે વેશ્યા જેવાં કર્મ કરાવે અને તેનાથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યને ગ્રહણ કરે, તથા ઉંદર મારવાને બિલાડી પાળે, બિલાડીને મારવા કૂતરા પાળે, ઇત્યાદિ છવઘાત કરવાની અભિલાષાથી જીવેનું પિષણ કરે, શિકારી, બિલાડી, કુતરા, શકરા, આદિનું પિષણ કરીને તેને વેચે. પિપટ, મેના, કાબર, કબૂતર, મરઘાં, આદિનું પિોષણ કરી વેચે ૪ ઈત્યાદિ વેપાર કરે છે. દયા કે રક્ષા નિમિત્તે પિષે તે હરકત નહિ.
* જંગલમાં દવ લગાડવાથી એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત ઘણા જીવો ભસ્મીભૂત બની જાય છે.
અસતીઓનો વેપાર એ ઘણું નિર્લજજ કર્મ છે. પ્રસંગોપાત તે ગર્ભપાતાદિ મહા દોષનું સ્થાન થઈ પડે છે. કેટલાક “અસઈ જણ પિસણયા” પાઠ ફેરવી તેને બદલે “અસંજઇ જણ પોષણયા” બોલે છે અને કહે છે કે શ્રાવકોએ અસંજઈનું પોષણ ન કરવું જોઇએ. પણ આ પાઠ અને અર્થશાસ્ત્ર વિદ્ધ છે. કેમ કે ઉપાસક દશાંગમાં કહ્યું છે કે આનંદ આદિ શ્રાવકોને ૪૦ હજાર ગાયો હતી. ભગવતી સૂત્રના તંગિયા નગરીના શ્રાવકની રિદ્ધિનું વર્ણન કરતાં કહ્યું છે કે, શ્રાવકોને ત્યાં ગાય, ભેંસ, બકરાં આદિ પશુઓ ઘણાં હતાં. આ બધાં પશુઓ અસંયતી હોય છે. અને શ્રાવકે તેનું પાલનપોષણ કરે છે. કારણ કે જો પોષણ ન કરે તે પહેલા વ્રતને પાંચમો અતિચાર “ભરૂપાણ વોઈએ” લાગે. આવી રીતે જે સૂત્રપાઠ પલટાવીને ઊલટા અર્થ કરે છે. તેમને કર્મનો વજબંધ થાય છે, માટે ભ્રમમાં ન પડતાં ઉપર દર્શાવેલા શાસ્ત્રોકત અર્થ માનવો જોઈએ અને દયા પાળવા તથા દાન દેવાથી વંચિત રહેવું ન જોઈએ. ઉપર્યુક્ત ૧૫ કર્માદાનનાં કાર્ય બંને લોકમાં ઘોર દુ:ખનાં દેનાર છે એવું જાણી યથાશકિત તેનો ત્યાગ કરવો જોઇએ.