________________
૭૫૨
જૈન તત્ત્વ પ્રકાશ
(૪) ભાટક કર્મ–ઉંટ, ઘેડા, ગધેડાં, બેલગાડી, જહાજ, આદિ અન્યને ભાડે આપે તે ભાડી કર્મ.
(૫) ફેટ કર્મ–ખાણ, કૂવા, તળાવ, ખેતર, આદિ દવાદાવવાના વેપાર કરે તે ફેડી કમે.
(૬) દંત વાણિજ્ય-૪ હાથીદાંત, શીંગડાં, હાડકાં, જીભ છીપ, વગેરેને વેપાર કરે કરાવે તે.
(૭) લખ વાણિજ્ય-લાખ), ચપડી, ગુંદ, મનસીલ, ધાવડીનાં ફૂલ, હડતાળ, ગાળી, મહૂડાં, સાજી આદિ ક્ષાર, સાબુ ઈત્યાદિ વસ્તુઓને વેપાર + લખવાણિજ્યમાં ગણાય છે.
(૮) રસ વાણિજ્ય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર, શરબત, મુરબ્બા, મધ, મદિર, વગેરે પ્રવાહી પદાર્થોના વેપારને રસ વાણિજ્ય કહે છે.
* ઊડે ખાડો ખોદી તેના ઉપર પાતળા વાંસ બિછાવી તેના ઉપર કાગળની હાથણી ઊભી રાખી છે. તેના ભોગને માટે જંગલી હાથી આવે છે. અને ખાડામાં પડી મૃત્યુ પામે છે. તેનાં હાડકાંના ચૂડા વગેરે બનાવે છે. સાંભળ્યું છે કે, ચૂડા માટે પ્રતિવર્ષ ૭૦ હજાર હાથીઓને મારી નાખવામાં આવે છે. તેના પાપના ભાગીદાર હાથીદાંતનાં વાપરનારાં બને છે. જૈન જેવી દયાળુ જાતિમાં આવી હલકી પ્રથા છે તેનો નાશ કરવો જોઇએ.
0 મિલમાં અને જિનમાં ચામડાંને પુષ્કળ ઉપયોગ થાય છે. વેપારીઓ ચોપડાનાં પૂંઠાં પણ ચામડાનાં રાખે છે. પાકીટ, કમ્મરપટ્ટા, ગાદી, વગેરે ઘણી ચીજોમાં ચામડું વપરાય છે. આથી ચામડું મોંઘુ થયું છે. અને અનાર્ય લોકો દ્રવ્યના લોભે હજારો પશુઓની ઘાત ચામડા માટે કરે છે. તેના પાપનો હિસ્સો ચામડાની વસ્તુઓ વાપરનારને આવે છે. ચામડું અપવિત્ર છે એમ જાણી તેની બનેલી વસ્તુઓ વાપરવી ન જોઇએ.
+ વૃક્ષોને છેદી કે ટોચી તેમાંથી રસ કાઢે છે તેની લાખ બનાવે છે. લાખ આદિમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે.
1 x પ્રવાહી વસ્તુઓમાં વખતે પંચેંદ્રિય જીવો પડી મરી જાય છે. તથા મીઠાઇમાં કીડા મકોડા આદિ જીવોની ઉત્પત્તિ અધિક થાય છે, તે જીવો પગ નીચે ચંપાઈને મરી જાય છે, તેમ જ વસ્તુ વાપરતાં પણ તેમની ઘાત થઈ જાય છે.