________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭પ૧ ૩. અ૫લિઓસહિ ભખયા–કાચી કેરી, કેળાં, વગેરે પકાવવા માટે ઘાસ આદિમાં દબાવી મૂક્યાં, પરંતુ પૂરાં પાકયાં નહિ, તેમ જ શાક પૂરું ચેડવ્યું નહિ, કંઈક સચેત, કંઈક અચેત હોય તેવું ઉતારી લીધું, ઘઉં, ચણા, બાજરે, મકાઈ, વગેરેને પિંક ઘાસના અગ્નિમાં શેકીને પાડે તેમાં પણ ઘણું દાણા સચેત રહી ગયા હોય તેને અચેતની બુદ્ધિથી ખાઈ જાય તે અતિચાર લાગે.
૪. દુષ્પઉલિસહિ ભખણયા--જે વસ્તુ બહુ પાકીને બગડી ગઈ હોય, સડી ગઈ હોય, વાસી થઈ ગઈ હોય, ત્રસ જીવ ઉત્પન્ન થઈ ગયા હોય અથવા ભડથું કરી દુષ્ટ રીતે પકવેલ હેાય એવી વસ્તુ ખાય તે અતિચાર લાગે.
પ. તુચ્છ સહિ ભખણુયા–શેરડી, સીતાફળ છે, બેર આદિ જેમાં ખાવાનું શેડું અને ફેંકી દેવાનું ઘણું એવી વસ્તુ ખાય તે અતિચાર લાગે.
કર્મ (વ્યાપારી સંબંધી ૧૫ અતિચાર–
(૧) અંગાર કર્મ–કેલા બનાવી વેચવાને વેપાર તથા લુહાર, સુતાર, કુંભાર, હલવાઈ ભાડભુંજા, બેબી, કંસારા, મિલ, કારખાનાં, વગેરે જે વેપાર અગ્નિના આરંભથી થાય છે તે.
(૨) વનકર્મ –બાગ, બગીચા, વાડી, આદિમાં ફળ, ફૂલ, શાકભાજી, વગેરે ઉત્પન્ન કરી વેચે. બકાલાને વેપાર કરે તથા વનમાંથી ઘાસ, લાકડાં, કંદમૂળ, આદિ લાવીને વેચે, વૃક્ષાદિનું છેદન કરી લાકડાને વેપાર કરે.
(૩) શકટ કર્મ–ગાડા, ગાડી, રથ, ઘોડાગાડી, મ્યાના, પાલખી, નાવ, ઈત્યાદિ બનાવીને વેચે તથા તેનાં ઉપકરણ, પૈડાં વગેરે વેચે.
0 શેરડીનાં છોતાં, સીતાફળનાં બીજ રસ્તામાં ફેંકી દેવાથી કીડીઓ તથા માખીઓને કચ્ચરઘાણ નીકળી જાય છે તેને બચાવ કરવો.