________________
૭૪૬
જૈન તત્વ પ્રકાશ
બધા ધર્મનાં માનનીય શામાં છે અને હિંસા વિના માંસ થતું નથી. તેથી માંસ ખાવાની કુદરતી જ મના થઈ ગઈ. વળી, માંસ અશુચિથી ભરેલું અને દુર્ગધીયુક્ત હોય છે. અને ક્ષય, ગંઠમાળ, રક્તપિત્ત, વાત, પિત્ત, સંધીવા, તાવ, અતિસાર, આદિ અનેક રોગોને ઉત્પાદક માંસને ખેરાક છે. તેવી જ રીતે જાતિ અને ધર્મથી ભ્રષ્ટ કરનાર તથા ભવિષ્યમાં નરકગતિમાં જ લઈ જનાર અને મહા દુખદાતા માંસને ખેરાક છે. તેથી તે અભક્ષ્ય છે.
* तुहं पियाई मंसाई । खंडाई सोल्लगाणि य । खाइओ मि-स-मसाइ । अग्गिवण्णाइणेगसो ॥
(ઉ. અ. ૧૯. ગાથા. ૬૯) અર્થ—નારકીને પરમાધામી કહે છે કે તને માંસ બહુ પ્રિય હતું, તું, માંસના ટુકડાને તળીને ખાતો હતો, તો હવે તારા જ શરીરનું ગરમાગરમ માંસ અમે તને ખવરાવીએ છીએ, તે તારે ખાવું જોઈએ. આમ કહી તેના શરીરનું માંસ ચીમટા વડે તોડી તોડી તેને અગ્નિમાં ગરમ કરી ખવરાવે છે. આમ, માંસાહારીની નરકમાં ભયંકર દુર્દશા થાય છે.
हिंसामूल ममेध्य मांस्यदमलं ध्यानस्य रौद्रस्य यद् । बीभत्सं रूधिराविल कृमिगृहं दुर्गन्धिपूयादिकं ॥ शुक्रा सृकप्रभवं नितांत मलिनं सद्भिः सदा निन्दितं ।
को भूक्ते नरकाय राक्षस समो, मांस तदात्मदुइ । અર્થ–માંસ તે હિંસાના મૂળ કારણભૂત છે, અપવિત્ર છે, રૌદ્રધ્યાનનું કારણ છે. દેખાવમાં મલિન છે. લોહીથી ભરેલું, દુર્ગધવાળું, વીર્ય તથા લોહીથી ઉત્પન્ન થયેલું એટલા માટે અત્યંત મલિન છે. સર્વ સંપુરએ તેની નિંદા કરી છે. આવા માંસનું ભક્ષણ તો તે જ કરે છે કે જે આત્મદ્રોહી અને રાક્ષસ સમાન હોય છે. પરંતુ સારા માણસે કદાપિ માંસભક્ષણની ઈચ્છા પણ કરતા નથી.
योऽति यस्य च तन्मांस, मुभयो पश्यतांतरं ।
एकस्य क्षणिको तृप्ति, रन्य प्राणैर्वियुज्यते ॥ અર્થ—જે માંસ ખાય છે, અને જેનું માંસ ખવાય છે તે બંનેના સુખદુ:ખમાં કેટલો બધો તફાવત છે? તેનો જરા વિચાર કરો ! માંસ ખાનારને ક્ષણિક તૃપ્તિ થાય છે અને તે બિચારાં પ્રાણીનાં અમૂલ્ય પ્રાણોનો સમૂળ નાશ. થઇ જાય છે.