________________
પ્રકરણ ૫ મું : સાગારી—ધર્મ શ્રાવકાચાર
૭૪૭ ૮. મધ પણ અભક્ષ્ય છે. મધમાખીઓ અનેક વનસ્પતિને રસ એક સ્થાને એકઠા કરી તે ઉપર બેસી રહે છે. વાઘરી; ભીલ, વગેરે હલકી જાતનાં મનુષ્ય અગ્નિપ્રગથી માખીઓને દઝાડી, ભગાડી તેને મહામુસીબતે તૈયાર કરેલા મધપૂડાને કપડામાં બાંધી નીચવી લે છે. તેમાં માખીઓનાં ઇંડાને પણ રસ ભળે હેય છે. આથી ધૃણાસ્પદ અને પાપથી પેદા થતા પદાર્થ ખાવાયેગ્ય નથી.
૯ માખણ-છાશથી અલગ થયા બાદ થોડા જ કાળમાં માખણમાં કૃમિ અને જીવની ઉત્પત્તિ થઈ જાય છે. તથા લીલ ફૂગ પણ આવી જાય છે તેમ જ માખણ કામવિકારને વધારનાર હેવાથી પણ અભક્ષ્ય છે.
કેટલાક કહે છે : અમે હાથથી હિંસા કરતા નથી, પરંતુ તૈયાર માંસ ખરીદ કરી ખાઈએ છીએ તો એમાં અમને શો દોષ? પણ તે એમનું કથન અજ્ઞાનતાનું છે. કારણ કે મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ત્રીજા ભાગમાં મન મહારાજે આઠ જણને ઘાતક કહ્યા છે.
अनुमन्ता विशसिता, निन्हन्ता क्रयविक्रया ।
संस्कृता चोपहर्ता च, खादकश्चेति घातका ॥ અર્થ–૧. પ્રાણી વધની આજ્ઞા દેનાર, ૨. શરીરને ઘા કરનાર, ૩.. મારનાર, ૪. વેચાતું લેનાર, ૫. વેચનાર, ૬. પકાવનાર, ૭. પીરસનાર અને, ૮. ખાનાર એ આઠેય ઘાતક હિંસક છે.
मांस भक्षयिताऽमुत्र, यस्य ग्रांस मिहाद्मयहं ।
ओतन्मांसस्य मां स्तव, निरुक्तं मनुरब्रवित ॥ અર્થ–મનુજી કહે છે કે નિરુકતથી માંસને અર્થ આ પ્રમાણે થાય છે. માં મારા–સ–સમાન અર્થાત્ જે પ્રમાણે તું મારું ભક્ષણ કરે છે તે જ પ્રમાણે ભવાંતરે હું તારું ભક્ષણ કરીશ. આવો માંસનો અર્થ થાય છે.
अमासु य पक्कासु विपच्चमाणासु य मांसपेसीसु । __ आय तिय मुववाओ, भणिओ हुणिगो य जीवाणं ॥ અથ–દિગમ્બર જૈન આમ્નાયના શાસ્ત્રમાં કહ્યું છે કે, કાચા માંસમાં, પાકા માંસમાં, રંધાતા માંસમાં અને માંસની પ્રત્યેક અવસ્થા માં અનંત નિગો. દિયા જીવોની તેમાં ઉત્પત્તિ થતી જ રહે છે.