________________
૭૪૫
પ્રકરણ ૫ મુ : સાગારી ધર્મ-શ્રાવકાચાર
નશાબાજ ભક્ષ્યાભઢ્યને કશે વિચાર કરતા નથી. તેના ઘરમાં નિરંતર લડાઈ ઝઘડા ચાલુ રહે છે. તે માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિને મારેપીટે છે. કદાચ વધુ પડતે દારૂ પીએ છે તે અકાળે મૃત્યુ પામી નરકમાં ચાલ્યા જાય છે. આવું મહાન અનર્થનું કારણ જાણી ઈસ્લામધર્મના કુરાને શરીફમાં પણ નશા માત્રને હરામ બતાવ્યું છે. માટે તેનું સેવન કરવું તે હિંદુ-મુસલમાન સર્વેને માટે અનુચિત છે.
૭. માંસમચ્છ, કરછ વગેરે જળચર પ્રાણી, ગાય, ભેંસ, બકરાં, આદિ ગામમાં રહેનારા સ્થળચર પ્રાણી, હરણ, સસલાં, સૂવર આદિ જંગલમાં રહેનારાં પ્રાણી, ચકલાં, કુકડાં, કબૂતર, આદિ ઊડતાં પ્રાણી; ઈત્યાદિ જીવોની હિંસા થવાથી જ માંસ તૈયાર થઈ શકે છે, માત્ર પેટને ખાડો પૂરવા માટે જ ઉપયોગી અને ઉપકારી પ્રાણીઓ દૂધ જેવા પિષ્ટિક પદાર્થો, ઉન જેવાં વસ્ત્રાદિ દેનારા અને ઘાસ, તરણું, આદિ નિર્માલ્ય વસ્તુથી પિતાની આજીવિકા ચલાવનારાં બિચારાં નિરપરાધી જીવોની કતલ કરવી તે ઘણું જ કૃતનતાનું કામ છે.
પ્રાચીન કાળમાં એવી નીતિ પ્રચલિત હતી કે જે કટ્ટર શત્રુ પણ મુખમાં તરણું લઈ લે તે તેને પણ અભયદાન મળતું, તે પછી નિત્ય તૃણ ભક્ષણ કરનારાં પશુઓ પર ઘાતકીપણું તે મુદ્દલ ન જ કરવું જોઈએ. કોઈ પણ પશુની ઘાત કદી પણ ન કરવી જોઈએ, તેમ જ માંસ પણ ખાવું ન જોઈએ.
ઈસ્લામ ધર્મના પાલક પિશાબને ઘણે નાપાક સમજે છે અને તેને ડાઘ કપડાને ન લાગે તેટલાં માટે જ વજુ કરે છે, માટીને ઢેફાથી ગુપ્ત અંગ સાફ કરે છે, તે પછી પેશાબથી ઉત્પન્ન થયેલી વસ્તુ માંસ તે સ્પર્શ કરવા ગ્ય પણ નથી. કુરાને શરીફના સુરાયને પારામાં ગેસ્તને હરામ બતાવ્યું છે. સુરાહ હજની ૩૬ મી આયાતમાં ખુદ અલ્લાહતાલાએ ફરમાવ્યું છે, કે ગેસ્ત અને લેહી મને પહોંચી શકશે નહિ, પરંતુ એક પરહેજગારી પાપને ડર જ પહોંચશે.
બાઈબલના ૨૦મા પ્રકરણમાં કહ્યું છે કે, “Thou shall not kill” અર્થાત્ હિંસા કરવી નહિ. આ પ્રમાણે હિંસા કરવાની મના