________________
७४४
જૈન તત્વ પ્રકાશ
૨૬, દશ્વવિહિં–જેટલા સ્વાદ પલટે તેટલા દ્રવ્ય. જેમકે, ઘઉં એક વસ્તુ છે પણ તેની રોટલી, પુરી, થુલી, આદિ ઘણી ચીજો બને તે જુદાં જુદાં દ્રવ્ય થયાં. વળી, તળેલી પુરી, અને તવામાં કરેલી પુરી એમ બે દ્રવ્ય થઈ ગયાં. એમ દરેકમાં દ્રવ્યના ભેદ જાણવા.
ઉપર કહેલી ૨૬ વસ્તુમાં કેટલીક તે ઉપભેગની છે અને કેટલીક પરિભેગની છે. તેમાં સર્વ વસ્તુઓને સમાવેશ થઈ જાય છે. શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેને ત્યાગ કરે અને જે વસ્તુ ભેગવ્યા વિના ચાલી શકતું નથી તેની ગણતરી તથા વજનનું પરિમાણ કરે અને બાકીનાં પચ્ચખાણ કરે. પરિમાણ કરેલી વસ્તુમાંથી પણ અવસરચિત કમી કરતો રહે, પરંતુ લુબ્ધતા કદાપિ ધારણ કરે
નહિ.
* ૨૨ અભક્ષ્ય ૧-૫. વડ, પીપળો, પીપર, ઉંબરો અને કેડ એ પાંચેનાં ફળમાં ઝીણાં જંતુઓ ઘણાં હોય છે. અને તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ પણ અધિક થાય છે. ઉમ્બરાનાં ફળને ફેડવાથી પ્રત્યક્ષ ઊડતા છે તેમાંથી નીકળતા દેખાય છે.
૬. મદિરા-મહુડાં, ખજૂર તથા દ્રાક્ષાદિને સોડવે છે, તેમાં બેસુમાર કીડા ઉત્પન્ન થાય છે. તેને અર્ક કાઢતી વખતે કીડાને પણ અર્થ નીકળે છે. તેને મદિરા અથવા દારૂ કહે છે. તેનું સેવન કરનાર પાગલ બની જાય છે, જેમતેમ બકે છે, મળ મૂત્ર આદિ ગંદકીનાં
સ્થાનમાં પડી જાય, માતા, ભગિની, પુત્રી, આદિની સાથે કુકર્મ છે પણ કરી લે છે. ધન, માલ બરબાદ કરી દે છે, અને કંગાલ બની જાય છે.
* આ ૨૨ અભક્ષ્યનાં નામ ગ્રંથમાંથી લીધાં છે તે બધાને એકસરખાં સમજવાં ન જોઇએ. કેટલાંક બહુ પાપનાં સ્થાન છે, કેટલાંક થોડા પાપનાં સ્થાન છે. કેટલાંક સ્પર્શ કરવા યોગ્ય પણ નથી અને કેટલાંકને ઔષધિમાં ગ્રહણ પણ કરે છે. વિવેકી શ્રાવકો માટે જેટલું ઓછું પાપ થાય તેમ સારું છે.