________________
પ્રકરણ ૪ શું ઃ સમ્યકત્વ
૬૨૫
શત્રુનુ ખ્રુરુ' ચિંતવે નહિ. શુભાશુભ પ્રસંગેામાં સમકિતી એવા વિચાર કરે છે કે જે કઈ ભલું મ્રૂરું, નફો નુકસાન, યશ અપયશ, વગેરે થાય છે તેનું ઉપાદાન કારણ મેં પૂર્વે સ ંચેલાં શુભાશુભ કર્યાં જ છે. અમુક વ્યક્તિ તા નિમિત્ત માત્ર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ મા અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે કેઃ—
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । અલ્પા મિત્તઽમાં ૨, ટુરૃિચ, સુŕટ્રકો //
(ગાથા ૩૭)
આત્મા જ
અ—સુખદુઃખને કર્તા તથા નાશ કરનાર આ છે. શુભ કાર્યો કરવાથી તે મિત્રની ગરજ સારે છે, અને અશુભ કા કરવાથી શત્રુ સમાન બને છે. સદાચારને સેવનાર અને દુરાચારમાં પ્રવનાર પણ આત્મા જ છે. આથી સિદ્ધ થાય છે કે જે સારા માઠો બનાવ આપણે માટે બને છે તે આપણાં જ સારા-માઠાં કર્યાંનુ ફળ છે. આ પ્રકારની સાચી સમજણ સમિતીને હાવાથી તેએ “મિત્તીમે સવ્વ મૂબેનુ, વેર્ મા ન મેરૂ અર્થાત્ સર્વ જીવાથી મારે મૈત્રી છે. કોઈની પણ સાથે વૈર નથી, આવી મૈત્રીભાવના ભાવતા રહી સમભાવને ધારણ કરે છે.
નિશ્ચયથી તેા શુભ કર્મોદયથી સુખની પ્રાપ્તિ હોય છે, પણ વ્યવહારથી સમકિતી જીવ મનથી પણ કોઈનું બૂરું ચિંતવે નહિ, વચન સાચાં, હિતકર અને પરિમિત બેલે. કાયાથી કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ ન દે એવી પ્રવૃત્તિ કરવાથી, તથા નમ્ર અને સેવક બની રહેવાથી તે સઘળાં પ્રાણીને માટે મિત્રવત્ સુખદાતા બની રહે છે. હવે નિશ્ચયથી તે અશુભ કર્માંદયથી દુઃખની પ્રાપ્તિ થાય છે. પણ વ્યવહારથી મને કરી બીજાનું બૂરું' ચિ'તવે, વચને કરી અસત્ય, કટુ અને નુકસાનકારક વચન મેલે, અને કાયાથી કોઈ ને દુઃખ દે, તે તે સામી વ્યક્તિ દુશ્મન બની જાય છે અને દુઃખ દેવા પ્રવૃત્ત થાય છે.
૪૦