________________
જૈન તત્વ પ્રકાશ ત્યારે ગાય વગેરે કેઈને તેની પાસે ન જોયાં. આ ઉપરથી તેને વૈરાગ ઊપજ્યો કે, આ સંસારમાં બધો પ્રેમ મતલબને છે. (આ ચારે પ્રત્યેકબુદ્ધ રાજાએ દિક્ષા લઈમેક્ષ પધાર્યા છે.) ' આ જ પ્રમાણે કોઈ પણ પ્રાણી કે પદાર્થને જેવાથી કે સાંભળવાથી જાતિસ્મરણ આદિ જ્ઞાનની પ્રાપ્તિ થાય, તેના પરિણામે પૂર્વ ભવમાં જે જીવાદિક નવ પદાર્થનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી યથાર્થ જાણ પણું કર્યું હોય તેનું સ્મરણ થઈ આવે અને જિનપ્રણીત ધર્મ પર રુચિ થાય, ધર્મને સ્વીકાર કરે તેમ જ કેઈ અન્ય મતાવલંબીને અજ્ઞાન તપના પ્રભાવથી કર્મને ક્ષોપશમ થતાં તેને વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેને લીધે જૈન ધર્મની વિશુદ્ધ પ્રવૃત્તિ જોઈ તે જૈન ધર્મ ને અનુરાગી બને અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં અજ્ઞાનને નાશ થઈ અવધિજ્ઞાનનો પ્રકાશ થાય. તેથી નિરારંભી, નિપરિગ્રહી જૈન ધર્મની આરાધના કરવાની રુચિવાળ બને તેને નિસર્ગ રુચિ કહેવાય.
૨. ઉપદેશ રચિ-જે કઈ તીર્થકરે, કેવળજ્ઞાનીઓ, સામાન્ય સાધુઓ તથા શ્રાવકે વગેરેના ઉપદેશથી જીવાદિ નવ પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ સમજીને તત્ત્વજ્ઞ બને અને તેને ધર્મ કરવાની રુચિ જાગૃત થાય તેને ઉપદેશ રુચિ કહીએ.
૩, આજ્ઞા સચિતે રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન, ઈત્યાદિ દુર્ગણોને નાશ કરી આત્માને જ્ઞાનાદિ અનેક સદગુણોમાં રથાપન કરવાવાળી અનંત ભવભ્રમણનાં દુઃખોનો નાશ કરી મુક્તિપંથમાં પ્રવર્તાવવાવાળી એવી અનેકાનેક ગુણેની ખાણ તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે. તેને આરાધવાની અર્થાત્ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાની જે ઈચ્છા થવી તેનું નામ આજ્ઞારુચિ.
૪. સૂવરચિ—શ્રી જિનેશ્વરપ્રણીત અને ગણથરાદિ ૧૦ ‘પૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનારાઓએ રચેલાં દ્વાદશાંગી આદિ જે સૂત્રો છે તેનું પઠન કરી કરાવી તેમાં રહેલાં અદભુત જ્ઞાનને અનુભવમાં