________________
૭૦૮
જૈન તત્વ પ્રકાશ
તેને મેટું બતાવવું ભારે થઈ પડે છે, અને કેટલાક તે આપઘાત કરી બેસે છે. આવી જ રીતે કોઈ એકાંતમાં વાર્તાલાપ કરતાં હોય તેમને જોઈ તેમની અંગચેષ્ટા આદિથી સંશય લાવી રાજમાં જઈ ચાડી કરે કે ફલાણે રાજ વિરુદ્ધ ષયંત્ર રચી રહ્યો છે. આના પરિણામે તે બિચારા બિનગુનેગાર ઉપર રાજાને કે રાજકર્મચારીઓને કોપ થાય, તેને પકડી કેદમાં પૂરે અથવા બીજી રીતે હેરાન કરે.
વળી, કેટલાક વિસંતષીઓ મિત્રોમાં ફાટફૂટ પડાવવા ચાડીચુગલી કરી ઝઘડા કરાવે છે, ગુપ્ત વાતે પ્રગટ કરી નિંદા કરે છે, માનહાનિ કરે છે, પ્રીતિ તોડાવે છે, કલેશ કરાવે છે, ફજેતી કરે છે અને તેના પરિણામે તે વજકર્મો બાંધે છે. આ ભવ પરભવમાં અનેક પ્રકારનાં દુખે તે કર્મોદયે કરીને પામે છે, એમ જાણી શ્રાવકોએ બધાને પિતાના આત્મા સમાન જાણી “સાગર પર ગંભીર સમુદ્ર જેવા ગંભીર, બનવું જોઈએ.
દેખવામાં કે સાંભળવામાં આવેલી કેઈની ખરાબ વાતને કદાપિ. પ્રગટ કરવી જ નહિ. આ પ્રમાણે પારકાના રહસ્યને પ્રગટ કરવાના ત્યાગી હોય તે જ શ્રાવક કહેવાય છે.
૩. સદારમંતભેએ-પિતાની સ્ત્રીના મર્મ ઉઘાડા પાડે તે અતિચાર લાગે.
સ્ત્રીના હૃદયમાં વાત એછી ટકે છે, એટલે તે પોતાના પ્યારે. પતિ ઉપર વિશ્વાસ રાખી તેની પાસે હુય ખાલી કરે છે. ન કહેવાની વાત પણ કહી દે છે. આવી વાતોમાંથી સ્ત્રીની કોઈ છાની રાખવા જેવી અગ્ય વાત પુરુષ બીજા કોઈ પાસે પ્રગટ કરી દે અને સ્ત્રીની જાણમાં આવી જાય તે તેને જબરો આઘાત પહોંચે છે. અને સ્ત્રીની જાત પાછળમતિલી હોવાથી તે આપઘાત પણ કરી બેસે છે. ઈત્યાદિ અનર્થનું કારણ જાણી સ્ત્રીની કહેલી ગુપ્ત વાત અન્યને કહેવી નહિ. તેમ જ સ્ત્રીઓનું પણ કર્તવ્ય છે કે, પતિએ મહાધીન બની કંઈ મર્મ વાત. કહી દીધી હોય તે બીજા કેઈને કહેવી નહિ.