________________
- ૭૧૬
જૈન તત્વ પ્રકાશ ચાવી સેંપી દે છે. પછી ચાવી લેવાવાળા માણસ ધનની લાલચમાં પડી ધણની ગેરહાજરીમાં તે ચાવી વડે તાળું ખેલી માલ કાઢી લઈ પાછું તાળું વાસી છે. તે જ પ્રમાણે, કેટલાક મુનીમ, ગુમાસ્તા, પાડોશી, એક માળામાં રહેવાવાળા, વગેરે મનુષ્ય ઘરધણીની ગેરહાજરીમાં બીજી કૂંચી લાગુ કરી તે વડે અથવા ખીલા વગેરે સાધન વડે તાળું ખેલી તેમાંથી - સાર સાર વસ્તુ કાઢી લે અને પાછું તાળું વાસી દે છે.
બિચારા માલિકને ઘર આદિમાં પોતે રાખેલી વસ્તુ મળતી નથી ત્યારે તે બહુ ફિકરમાં પડી જાય છે. પણ શું કરે? કોનું નામ લે? અને કદાચ નામ લે તો પણ શું વળે? ચેરનાર સહેલાઈથી તે કબૂલ કરે જ શેને? આવાં વિશ્વાસઘાત અને ચોરીનાં કૃત્ય બંને ભવમાં ભયંકર દુઃખદાતા નીવડે છે એવું જાણું શ્રાવક તેવાં કર્મોને પરિત્યાગ કરે છે.
૪. ૫ડી વસ્તુ ધણિયાતી જાણ ગ્રહણ કરે –કેઈની કંઈ વસ્તુ કદાચ રસ્તામાં પડી ગયેલી હોય, અથવા ક્યાંય મૂકીને પછી તે લેવી ભૂલી ગયો હોય તે વસ્તુ શ્રાવકને નજરે ચડે અને તે જાણે કે આ વસ્તુ ફલાણું માણસની છે, ગ્રહણ કરે અને છુપાવીને પોતાની કરી રાખે તે શ્રાવકનું કામ નહિ.
આવા પ્રસંગે પંચની સાક્ષીએ તે વસ્તુ સંભાળી રાખે અને માલિક આવે ત્યારે તેને સેંપી દે અને માલિક ન મળે તે પ્રાપ્ત દ્રવ્યને પરોપકારના કામમાં વાપરી નાંખે અથવા સરકારને સ્વાધીન કરે. પણ અણહકનું દ્રવ્ય શ્રાવક કદાપિ પોતાનું કરીને રાખે નહિ.
ઉક્ત ચાર પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, કેમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. ચેરી કરવી તે લૌકિક લોકોત્તર બનેથી વિરૂદ્ધ કૃત્ય છે, એવું જાણી શ્રાવક તેને સર્વથા પરિત્યાગ કરે છે.
ત્રીજા વ્રતના ૫ અતિચાર ૧. તેનાહડે–ચોરીને માલ ખરીદે કે રાખે તે અતિચાર લાગે. કેટલાક ચેરીને ત્યાગ તે કરે છે, પણ પ્રસંગે પાત મૂલ્યવાન