________________
જૈન તત્ત્વ પ્રકાશ
વળી, વિચારવું કે ગમે તેટલી દ્રવ્યની વૃદ્ધિ થાય તેા પણ મને શા કામની છે ? હજાર ઘેાડા ઘરઆંગણે હેય તા પણ સવારીમાં તા એક જ ઘોડો કામ આવવાના છે. ગમે તેટલા મકાન હશે તે પણ હું તે એક જ મકાનમાં રહીશ. આમ છે તે વિના કારણ પરિગ્રહ
વધારી નકામી ઉપાધિ અને આરંભ સમારંભનાં પાપ શા માટે વધારવાં ? આ પ્રમાણે વિચાર કરી સતીષ ધારણ કરી મર્યાદિત થવું અને જે ધર્મ તથા પુણ્યના પ્રતાપથી દ્રવ્ય પ્રાપ્ત થયું છે તે જ માગે પ્રાપ્ત દ્રવ્યના સર્વ્યય કરવા.
૭૩૮
જ્ઞાન વૃદ્ધિ, ધર્માંન્નતિ, દયા, દાન, ઈત્યાદિ સુકૃત્યમાં જેટલુ દ્રવ્ય વપરાશે તેટલું જ દ્રવ્ય તમારું' છે. ખાકી રહેશે તેના માલિક તે તમારી હયાતીમાં અગર હયાતી ખાદ્ય ખીજા બનશે અને તે ધનને ઉપાર્જન કરવામાં જે જે પાપ થયું હશે તેની ગાંસડી તે તમારી સાથે જ આવશે. તે પાપ પુણ્યનાં ફળ ભાગવતી વખતે તમારા દ્રવ્યથી મેાજમજા ઉડાવનારા સ્વજન કે મિત્રો કેઈ સહાય કરવા કે દુઃખમાં ભાગ લેવા આવનાર નથી, આટલું તેા સત્ર કોઈ સમજી શકે છે. છતાં વ્યર્થોં મેડમાં ફસાઈને કુટુંબાદિના કારણે કષ્ટો વેઠી દ્રવ્યેપાન કરી દુ:ખને નાતરવું એ સુજ્ઞ શ્રાવકો માટે ઉચિત નથી. માટે શ્રાવકે સંતાષ ધારણ કરવેા.
વળી, ધર્મોમાં દ્રવ્યના અમુક હિસ્સા લગાડવાના સંકલ્પવાળાની લક્ષ્મી અચળ રહે છે. યશેાકીતિની પણ વૃદ્ધિ થાય છે. જનસમાજમાં પણ માન મહત્ત્વ મળે છે. હૃદય સંતુષ્ટ રહે છે. આ પ્રમાણે સુખપૂર્વક જીવન વ્યતીત કરી આગળ ઉપર સ્વર્ગ નાં અને અનુક્રમે મેાક્ષનાં સુખ પ્રાપ્ત કરી શકે છે.
ત્રણ ગુણવ્રત
જેવી રીતે કાઠારમાં રાખેલું ધાન્ય વિનાશ પામતુ નથી તે જ પ્રમાણે નિમ્નાક્ત ગુણવ્રત ધારણ કરવાથી ઉક્ત પાંચે અણુવ્રતનું સંરક્ષણ થઈ શકે છે. તથા સર્વ દિશાની અને સ` પદાર્થોની નિરંતર