________________
૭૩૬
જૈન તત્વ પ્રકાશ
પાંચમા વ્રતના ૫ અતિચાર
૧. ખેરવધુ પમાણઈકમે–ક્ષેત્ર અને ઘર વગેરેનું પરિમાણ અતિકમે-ઉલ્લંઘે તે અતિચાર લાગે. જેમકે મર્યાદા કરતી વખતે એક ખેતર રાખ્યું હોય પછી તેને લગતું બીજુ ખેતર મળી જાય તે મર્યાદા ઓળંગી બીજુ ખેતર પ્રથમનામાં ભેળવી દઈ એકનું એક ખેતર રહ્યું એમ મનાવે. તેવી જ રીતે, ઘર સાથે (દીવાલ તેડીને બીજું ઘર ભેળવી દઈ સંખ્યાનું પરિમાણ કાયમ રાખી જગ્યા વધારે તે અતિચાર લાગે. કેમકે પરિમાણ કરતી વખતે લંબાઈ પહોળાઈનું કદાચ માપ ન રાખ્યું હોય તે મન તે સાક્ષી પૂરે છે કે આ ઘર કે ખેતર બીજાનાં છે અને હવે હું મારામાં ભેળવી દઉં છું. તેથી શ્રાવકે તેમ કરવું ઉચિત નથી. કદાચિત્ અધિક ઘર આવી જાય તેને પરોપકારાર્થે સમર્પણ કરી દે.
૨. હિરણું સેવન પમાઈક્કમે–ચાંદી સેનાનું પરિમાણ અતિક્રમે તે અતિચાર લાગે. મર્યાદાથી અધિક ચાંદી સેનું આવી જાય તે તેને પ્રથમની ઢાળમાં, લંગડીમાં કે દાગીનામાં ભેળવી દે અથવા સ્વયં કમાઈને પુત્રાદિને આપી દે તે અતિચાર લાગે. જે પરોપકારાર્થે વાપરે તે પુણ્ય ઉપાર્જન કરે. 0
0 કેટલાક કહે છે કે, “પરિગ્રહ અનર્થનું મૂળ છે. તેનાથી ધર્મ કે પુણ થતું જ નથી. તેમને પૂછીએ કે, ઉકત નવ પ્રકારના પરિગ્રહમાં બગીચા, ઘર પણ છે. તે જો સાધુજીને ઊતરવા આપે તો શું ફળ મળે ? દ્રિપદ–પુત્ર પુત્રી તે પણ પરિગ્રહ છે. તેને દીક્ષા અપાવે તો શું ફળ મળે? તેને એ જ ઉત્તર મળશે કે, સાધુજીને દાન દેવાથી કે દીક્ષા આપવાથી એકાંત ધર્મ થાય છે. જે પ્રમાણે આ ધર્મ પરિગ્રહના ત્યાગથી થયો તે જ પ્રમાણે જાણવું જોઈએ કે, જે સુકૃત્યમાં પરિગ્રહનો સદ્વ્યય કરશે તેને ધર્મ તથા પુણ્ય બંને થશે કેમ કે અન્ન, પાણી, લયણ, સયણ, આદિ પરિગ્રહ જ છે અને તેનાથી પુણ્ય થાય છે એવું ઠાણાંગ સત્રમાં કહ્યું છે. અને જે દુષ્કૃત્યમાં પરિગ્રહનો ઉપયોગ કરશે તેને પાપ પણ થશે..