________________
પ્રકરણ ૫મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૩૭ ૩. ધનધાન પમાણુક્રમે-રોકડ નાણું, ઝવેરાત અને ધાન્યનું જે પરિમાણ કર્યું હોય તેનાથી અધિક રાખે અથવા પિતે ઉત્પન્ન કરી પુત્રાદિને આપે તે અતિચાર લાગે. કેમકે ઈચ્છાને નિરા કરવા તથા પાપ ઘટાડવા માટે જ પરિમાણ કરાય છે. તેમ ન કરત. સ્વયં વ્યાપારાદિ દ્વારા દ્રવ્ય ઉત્પન્ન કરી તે પુત્રાદિની માલિકીનું બતાવી પિતે સંતેષી બનવા ચાહે, પરંતુ કેવળજ્ઞાનીથી તે ભાવ છૂપા રહેતા નથી. મર્યાદાથી અધિક ધનધાન્ય થઈ જાય તેને ધર્મના કે પુણ્યના કામમાં વાપરે તે દોષિત ન બને.
૪. દુષ્પદ ચઉષ્પદ પમાણુમે-દ્વિપદ નકરાદિ તથા ચતુષ્પદ તે પશુ તેનું જે પરિમાણ કર્યું છે તેનાથી અધિક રાખે તે અતિચાર લાગે. ગાય વગેરે ઘરમાં રાખેલાં પશુઓનાં બચ્ચાં માટે પચ્ચખાણ કરતી વખતે આગાર રાખવાને ઉપગ રાખે તે ઠીક છે, નહિ તે તેમને સુખ સ્થાનકે પહોંચાડે તે જ અતિચારથી બચી શકે. કદાચિત્ ભૂલાં, લંગડા પશુને તથા મૃત્યુના મુખમાંથી બચાવેલાં પશુપક્ષીને અન્ય સ્થાને મેકલવાને યોગ્ય તે ન થાય ત્યાં સુધી અનુકંપાબુદ્ધિથી રક્ષણ કરવા સારુ રાખે તે દોષ નહિ, લેભ નિમિત્તે ન રાખવાં જોઈએ.
૫. કવિય પમાઈક્કમે-ઘરવખરીનાં વાસણ, કૂસણ, ફર્નિચર, વગેરે અધિક થઈ ગયાં હોય તેને પુત્રાદિના નામનાં કરી લઈ રાખે તે અતિચાર લાગે. એક સેય સરખી પણ મર્યાદાથી અધિક રાખવાથી દુષપાત્ર થવાય છે.
તૃષ્ણા એ દુઃખનું મૂળ છે. દ્રવ્યોપાર્જન કરવાને માટે ટાઢ, તડકે, ભૂખ, તરસ, ગુલામી, આદિ અનેક કષ્ટો સહેવાં પડે છે. ધનની વૃદ્ધિ થતાં કુટુંબના તથા રાજ્યના અનેક ઝઘડા ઉપસ્થિત થાય છે. કુપણ મનુષ્ય તે ખાતાં–ખર્ચતાં પણ દુઃખી થાય છે, અગ્નિ, પાણી, ચેર, ઈત્યાદિના પ્રાગે કદાચિત્ ધનને નાશ થઈ જાય, તે પણ ધનને માલિક દુઃખ વેઠે છે. આમ જાણી શ્રાવક સર્વથા તૃષ્ણાને પરાજ્ય કરી ન શકે તે પણ આસ્તે આસ્તે મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરે. પરિગ્રહની મર્યાદા શ્રાવકે અવશ્ય કરવી જોઈએ. ४७