________________
પ્રકરણ ૫ મુ : સાગારી ધ-શ્રાવકાચાર
વળી, એવુ. પણ પિરમાણુ કરે કે, આટલાં પુત્રપુત્રી થયા ખાદ હું અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી લઈશ.
૧૩૫
૮. ચતુષ્પદ્રુ યથા પરિમાણ—ચેપગાં પશુઓનું ઇચ્છિત પરિમાણ કરે. જેમકે ગાય, ભેંસ, ઘેડા, હાથી, ઊંટ, ગધેડાં, બકરાં, કૂતરાં, ઇત્યાદિ પશુઓના આવશ્યકતાથી અધિક સંગ્રડ કરવા શ્રાવકોને ઉચિત નથી, કેમકે તેના માટે વનસ્પત્તિ, પાણી, આદિના અધિક આરંભ કરવા પડે છે.
કદાચિત્ પશુઓ રાખવાં જ પડે તે અંતરાય—કબ'ધનથી તેમ જ હિંસામૃત્યથી જેટલુ ખચાય તેટલુ` ખચવા કાળજી રાખે, તેમ જ અમુક પ્રમાણથી અધિક ચતુષ્પદ નહિ રાખું' તેવાં પચ્ચખ્ખાણ કરે.
૯. કુત્રિય યથા પરિમાણ—ઘરવખરીની ઇચ્છિત મર્યાદા કરે. વસ્ત્ર, પાત્ર, ફર્નિચર, વગેરે સામગ્રી આવશ્યકતાથી અધિક ન રાખે. પરિગ્રડ થાડે તેટલી ઉપાધિ પણ ચાડી. કહ્યું છે કે “ સ`પત્તિ તેટલી વિપત્તિ” દાખલા તરીકે, વપરાશમાં થોડાં વાસણા આવતાં હાય છતાં સારસંભાળ તે ઘરમાં જેટલાં વાસણા હોય તેટલાં બધાંની કરવી
પડે છે.
વળી, ઘરવખરી અધિક પ્રમાણમાં હોય ને તેમાં લીફૂગ વગેરે અનંતકાય જીવાની તેમજ ત્રસ જીવેાની ઉત્પત્તિ થવાનો સંભવ છે. તેમની સારસંભાળ કરતાં તેવા જીવાની હિં'સા થઈ જાય છે, એવુ જાણી સુજ્ઞ શ્રાવકે અધિક ઉપાધિ વધારવી નિહ. જરૂર પૂરતાં રાખવાની મર્યાદા કરી તેનાથી અધિક રાખવાનાં પચ્ચખ્ખાણ કરી લેવાં.
આ પાંચમું વ્રત એક કરણ, ત્રણ યાગથી ગ્રણ કરાય છે. અર્થાત્ અમુક પરિમાણુથી અધિક પરિગ્રહણ મન, વચન, કાયાના ચેગથી હું નહિ રાખું, એવા નિયમ શ્રાવક કરે છે. કારણ કે પ્રસંગેાપાત પુત્રાદિને વ્યાપારાદિ દ્વારા ધન વૃદ્ધિ કરવાનુ` કહી દેવાય છે. તેમ જ તેને ધનપ્રાપ્તિ થયાનું જાણી ખુશાલી પણ ઊપજે છે.