________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૩૩ બનાવરાવવાનાં નંગ, તેલ અને કિંમતનું પરિમાણ કરે તથા પિતાની નિશ્રામાં રાખવાનું પણ પરિમાણ કરે. તેનાથી અધિકને ત્યાગ કરે.
૫. ધન પરિમાણુ–કડ નાણાંનું ઈચ્છિત પરિમાણ કરે. જેમ પાઈ, પૈસા, આની, બેઆની, પાવલી, અર્ધા, રૂપિયે આદિ જે સિક્કા ચાલતા હોય તે તથા હીરા, પન્ના, માણેક, મોતી, પરવાળા, આદિની કિંમતની તથા સંખ્યાની મર્યાદા કરે, અધિક રાખવાનાં પચ્ચ
ખાણ કરે. પૃથ્વી બદાવી પથ્થર ફેડાવી ઝવેરાત કાઢવાનાં તથા છીએ ચિરાવી મોતી કાઢવાનાં કામ કદી ન કરે. કેમકે પૃથ્વીને ખેદવાથી તથા અનેક પ્રકારના મશાલાના પ્રયોગથી ત્રસ જીવની પણ ઘાત થાય છે. અને છીપ તે પ્રત્યક્ષ બેઇદ્રિય પ્રાણી છે. તેને ચીરવાથી લાલ રંગનાં રક્ત જેવાં પાણી નીકળે છે. તથા તેઓ અરેરાટ શબ્દથી રુદન પણ કરે છે. આવું નિર્દય કૃત્ય શ્રાવકે કરવું તે ઘણું અનુચિત છે. | સર્વ પ્રકારના પદાર્થ તૈયાર મળી શકે છે તે પછી અનર્થ કરી: કર્મ બાંધવાનું શું પ્રજન? છીપ ચિરાવવાના ધંધા તે કદાપિ કરવા જ નહિ અને ઝવેરાત રાખવાની મર્યાદાથી અધિકનાં પચ્ચખાણ કરી લેવાં.
દ. ધાન પરિમાણુ-ધાન્યનું ઈચ્છિત પરિમાણ કરે, જેમ કે ચેખા, ઘઉં, જુવાર, બાજરી, મગ, મકાઈ, મગ, ચણા, આદિ ૨૪ પ્રકારનાં ધાન્ય અને ધાન્યના જ જેવાં રાજગરે, ખસખસ વગેરે અનેક છે તે તથા ધાન્ય શબ્દમાં મેવા, મીઠાઈ પકવાન્ન, ઘી, ગોળ, સાકર, કરિયાણા, તેલ, મીઠું, વગેરે અનેક વસ્તુ છે તેની ઘરખર્ચ માટે આવશ્યકતા હોય તેટલું જ રાખવાનું. શેર, મણ, આદિનું પરિમાણ કરે અને તેથી વિશેષ રાખવાને ત્યાગ કરે. આ વસ્તુઓને વિશેષ કાળ રાખવાથી તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે, તેથી તેને રાખવાના કાળની પણ મર્યાદા કરવી ઉચિત છે.
અધિક સમય સુધી સંગ્રહ કરી રાખે ઉચિત નથી, અને તેને વ્યાપાર કરે તે પણ શ્રાવકને માટે ઉચિત નથી, કારણ કે તેને આશ્ર