________________
જૈન તત્ત્વ પ્રકાશ
આરંભ થતા રહે છે. વખતે પાંચેન્દ્રિય જીવાની પણ હિં'સા થઈ જાય છે, તેમ છતાં કદાચિત રાખવે પડે તે તેવાં તેવાં સ્થાનાની લખાઈ, પહેાળાઈ અને સંખ્યાનું પરિમાણુ કરી અધિક રાખવાનાં પ્રત્યાખ્યાન કરે. વિશેષ રાખે નહિ અને રાખ્યાં હાય તેમાંથી પણ કમી કરતા જાય.
૩૩૨
૨. “વત્થ પરિમાણુ”—ઢાંકેલી જમીનનુ ઈચ્છાનુસાર પરમાણુ કરે. ઘર (માળ વિનાનું), મહેલ (માળવાળાં મકાન), પ્રાસાદ (શિખરબંધ), દુકાન, વખાર, તલઘર (ભેાંયરામાંનુ ઘર), બંગલા (બગીચામાંનું મકાન) કુટિર (બ્રાસનું ઝુ'પડું'), ઈત્યાદિ પ્રકારનાં મકાનોમાંથી જેટલાંની જરૂર હાય તેની લાંબાઈ પહેાળાઈ અને સંખ્યાની મર્યાદા કરી અધિક રાખવાનાં પ્રત્યાખ્યાન કરે. રહેવાપૂરતી મકાનની સગવડ હોય તે નવાં મકાન આંધવાના આરંભ સમારંભ કરે નહિ. કારણ કે તેમાં પણ છકાય જીવાની અને વખતે પચેન્દ્રિય જીવેાની પણ હિંસા થઈ જાય છે.
કાચિત્ રહેવા ચેાગ્ય મકાન ન હોય અને તૈયાર મકાન વેચાણુ મળી શકતાં હોય તે ખર્ચ વધુ થાય તે તરફ ન જોતાં પેાતાના આત્માને આરભનાં કામથી બચાવવા તરફ અધિક લક્ષ આપવું. તેમ છતાં પણુ કામ ચાલે તેમ ન હોય તેા મકાનની સંખ્યા, લંબાઈ, પહેાળાઈની મર્યાદા કરી તેથી અધિક મકાન બનાવવાના તથા પેાતાની નેશ્રાયમાં પણ રાખવાના ત્યાગ કરી દે.
૩–૪. હિરણ્ સાવન પરિમાણુ—હિરણુ=ચાંદી અને સેાવન સોનું, તેનું ઈચ્છિત પરિમાણુ કરે. જેમકે લગડી, પાટ, વગેરે, વગર ઘડેલું સોનુ, રૂપું, અને વીંટી, કડી કડાં, હાર, નેપુર, આદિ દાગીના તે ઘડેલું સોનુ રૂપું, તેની કિંમતની, નંગની, વજન આદિની મર્યાદા કરે, જૂના દાગીનાથી કામ ચાલતું હોય ત્યાં સુધી નવા દાગીના ન બનાવે. કારણ કે જ્યાં અગ્નિના આરંભ થાય છે, ત્યાં છયે કાયના જીવેાની ઘાત થાય છે. અને ધાતુને ગળાવવામાં પણ ઘણું પાપ કહ્યું છે.
ઘડેલા તૈયાર દાગીના મળતા હોય તે આરભ કરી નાહક કર્મીખંધન કરવાં તે શ્રાવકને ઉચિત નથી. કદાચિત્ કામ ન ચાલે તે