________________
૭૩૪
જેન તત્વ પ્રકાશ
ચીને રહેલા ત્રસ જીની પણ ઘાત થાય છે. વળી, આવી ચીજોને વેપાર કરનાર દુષ્કાળ પડવાની પણ ભાવના ભાવ્યા કરે છે. કારણ કે તેવા પ્રસંગે પોતે અધિક લાભ પ્રાપ્ત કરી શકે છે. આવા આ રૌદ્ર ધ્યાનથી ચીકણું કર્મ બંધાય છે.
કદાચિત તેવા વેપાર વિના કામ ચાલી ન શકે તે વસ્તુના વજનનું અને રાખવાના કાળનું પરિમાણ કરે. મર્યાદા ઉપરાંત વસ્તુ રાખે નહિ તેમ જ દુષ્કાળ પડે તે ઠીક એવા વિચાર કદાપિ મનમાં આવવા દે નહિ પ્રાણીમાત્રનું હિત ચિંતવે.
૭. દ્વિપદ યથા પરિમાણ–દ્વિપદ (બેપગવાળા)નું ઇચ્છિત પરિમાણ કરે. દાસ, દાસી, નેકર, ચાકર, તથા પિોપટ આદિ પક્ષીઓ તે દ્વિપદ પરિગ્રહ ગણાય છે. શ્રાવકેએ દાસ, દાસી, નોકરચાકર અધિક રાખવા તે ઉચિત નથી. કારણ કે તેમ કરવાથી પ્રમાદની વૃદ્ધિ થાય છે. વળી, જાતે કામ કરવાથી જેટલી જતના થાય છે તેટલી અન્ય પાસેથી કામ લેતાં થઈ શકતી નથી.
આમ છતાં નોકરચાકર રાખવાં જ પડે તે જ્યાં સુધી સ્વધર્મીને જેગ મળે ત્યાં સુધી અન્ય ધમને રાખે નહિ. સ્વધર્મીને સહાય પહોચે અને તે યતનાપૂર્વક તેમ જ નિમકડુલાલીથી કામ કરે છે. વળી, તેમ કરવાથી પાખડીના સંસ્તવ પરિચયરૂપ સમકિતના અતિચારથી પણ બચી શકાય છે. કદાચિત્ અન્ય ધર્મીને રાખવા પડે તે તેમને સ્વધર્માનુરાગી બનાવવા પ્રયાસ કરે. તેમના કામ પર પૂરી દેખરેખ રાખે કે જેથી કેઈ કામ અજતનાથી ન થવા પામે અને ધર્માત્માની સંગતિનું ફળ તેને પણ પ્રાપ્ત થતાં તે પણ દયાળુ ધર્માત્મા બની જાય.
તેવી જ રીતે, ગાડી, રથ, વગેરે વાહન પણ અધિક રાખવાં ન જોઈએ, કેમકે તેથી પણ પ્રમાદની અને અજતનાની વૃદ્ધિ થાય છે. કદાચિત રાખવાં પડે તે અજતના ઓછી થાય તે વિવેક રાખે. દાસાદિની તેમજ શકટ (ગાડી) આદિની મર્યાદા કરે. મર્યાદાથી અધિક રાખવાનાં પચ્ચખ્ખાણ કરે. પક્ષીઓને તે પ્રથમ વ્રતમાં જ નિષેધ કરી દીધો છે.