________________
૭૨૨
જૈન તત્વ પ્રકાશ
કદાચ તે આપઘાત પણ કરી બેસે અથવા વ્યભિચારનું સેવન કરી કૂળને કલંક લગાડે. આથી ભયભીત થયેલ શ્રાવક સ્વસ્ત્રીથી સંબંધ કરે છે, પણ વિષયલેલુપીપણાથી સ્ત્રીસંગ કરતું નથી, કેમકે જિનવાણીનું પાન કર્યું હોવાથી તે સમજે છે કે, વિષયાસક્તિ એ ચીકણાં કર્મ બાંધવાનું અને ભવભ્રમણનું કારણ છે. વિષયાસક્ત મનુષ્યની બુદ્ધિ મંદ પડે છે અને બળ ક્ષીણ થાય છે.
જ્ઞાનદષ્ટિ વડે આ રુક્ષવૃત્તિ ધારણ કરનારા શ્રાવકોને દઢ પ્રતીતિ હોય છે કે હજારો વર્ષ કાયમ રહે એવા ભેગ હજારો દેવાંગનાઓની સાથે આપણે અનંતી વાર ભેગવી આવ્યા છીએ, તે પણ તૃપ્તિ થઈ નહિ. તે પછી મનુષ્ય સંબંધી અશુચિમય અને ક્ષણભંગુર ભોગથી તૃપ્તિ શી રીતે થાય ?
ભેગ ભોગવવાથી તૃપ્તિ કદાપિ થતી નથી, પરંતુ તેને ત્યાગ કરવાથી જ સંતોષ થાય છે. આવા સુવિચારથી શ્રાવક સંતેષ ધારણ કરે છે. અને પિતાની સ્ત્રીથી પણ તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા તથા તીર્થકરોનાં કલ્યાહક આદિ પર્વ તિથિએ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. કેમ કે દિવસે સ્ત્રીસંગ કરવાથી વિષયાસક્તિ, નિર્બળતા અને ખરાબ સંતતિની ઉત્પત્તિ વગેરે દોત્પત્તિ આવે છે. અને તિથિઓને દિવસે સ્ત્રીસંગ કરવાથી દુર્ગતિને આયુર્બધ પડે છે, એક તથા કુગર્ભની ઉત્પત્તિ થાય છે. આવી જ રીતે
* વૈમાનિક દેવેનો ૨૦૦૦ વર્ષ પર્વત, જ્યોતિષી દેવોનો ૧૫૦૦ વર્ષ પત. ભવનપતિને ૧૦૦ વર્ષ પયં ત અને વાણવ્યંતરને ૫૦૦ વર્ષ પર્યત સંયોગ રહે છે, એમ ગ્રંથમાં કહેલ છે.
+ પંચ પર્વેમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું કારણ એ છે કે–શાસ્ત્રનું કથન છે કે–અસંખ્યાત વર્ષાયુવાળા નારકી દેવતા અને યુગલિક મનુષ્યો જ્યારે છે મહિના આયુષ્ય બાકી રહે છે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને સંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચ અને મનુષ્યો આયુષ્યનો ત્રીજો, નવમો, સત્તાવીસ વગેરે ભાગ બાકી રહે ત્યારે અથવા અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે પરભવને આયુબંધ કરે છે.
સંભવત: એ કારણથી કરુણાસિંધુ જિનેન્દ્ર પ્રભુએ અને આચાર્યોએ અશભ આયુને બંધ ન પડે તેટલા માટે પર્વ તિથિએ કાયમ કરી છે. જેમ કે