________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્માં—શ્રાવકાચાર
બ્રહ્મચારી સતીસતાના શુઝુકીન કરી, તેમનાં ઉજજવળ ચરિત્રનુ પનપાઠન કરતા રહી વિશુદ્ધ ચારિત્રવાન બને છે.
૭૨૯
બ્રહ્મચર્ય રૂપ શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારની દેવા પણ સેવા કરે છે. વિશ્વમાં તેમની કીતિ વિસ્તરે છે. બુદ્ધિ, બળ અને તેજની વૃદ્ધિ થાય છે, દુષ્ટો તરફથી થતાં મંત્ર, તંત્ર, યંત્ર, કામણમણુ, વગેરે તેમને કશી અસર કરી શકતાં નથી. બ્યતરાદિ દુષ્ટ દેવા ઉપદ્રવ કરી શકતા નથી. અગ્નિ પાણી સમાન, અને સમુદ્ર સ્થળ સમાન થઈ જાય છે.
સિંહ વગેરે વિકરાળ પ્રાણીએ તેમની આગળ મકરી સમાન અની જાય છે. સર્પ પુષ્પમાળા સમાન, વન ગામ સમાન અને વિષ અમૃત સમાન બની જાય છે. આમ, અનેક અનિષ્ટ પદાર્થા ઇષ્ટકારી બની જાય છે. પ્રતિદિન કરોડ સૌનૈયાનું દાન દેવાથી જે ફળ નથી થતુ તે ફળ એક દિવસના બ્રહ્મચર્યથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારી આ લેાકમાં અનેક સુખાના ભક્તા થાય છે અને ભવાંતરે સ્વર્ગ, મોક્ષનાં સુખ પામે છે.
પાંચમુ અણુવ્રત-થૂલાઓ પરિગ્ગહાએ વેસણુ સાધુજીની પેઠે સથા નિષ્પરિગ્રહી રહેવુ' એ ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કહેવત છે કે, “સાધુ કેોડી રાખે તેા કોડીની કિમ્મતના, અને ગૃહસ્થની પાસે કાડી ન હોય તે કોડીના” આ પ્રમાણે પોતાની આમનું સંરક્ષણ કરવા, શરીર અને કુટુબના નિર્વાહ કરવા ઇત્યાદિ કાર્ય ને અર્થે ગૃહસ્થને દ્રવ્યની આવશ્યકતા રહે છે, એટલા માટે પૂ પુણ્યાદયથી અથવા ન્યાયપૂર્વક કરેલા વ્યાપારાદિથી જે દ્રવ્ય પ્રાપ્ત થાય છે તેમાં શ્રાવક સ ંતેષ ધારણ કરે છે; તૃષ્ણાને અધિક વધારતા નથી. તૃષ્ણા પરમ દુઃખનું કારણ છે. તૃષ્ણા ગુરૂજી ! બિન પાલ સરવર” અર્થાત્ જેવી રીતે પાળ વિનાના સરેાવરમાં ગમે તેટલું પાણી આવતુ. હાય તો પણ તે કદી ભરાતું નથી, તેવી જ રીતે તૃષ્ણાતુર મનુષ્યને ગમે તેટલું દ્રવ્ય મળી જાય તે પણ સતાષ થતા નથી.
((