________________
૭૨૪
જૈન તત્ત્વ પ્રકાશ
ચેાથા વ્રતના ૫ અતિચાર
૧. ઇત્તરિય પરિગહિયાગમણે—પોતાની પરણેલી નાની ઉમ્મરની સ્ત્રી સાથે ગમન કર્યુ. હાય, લગ્ન થઈ ગયા પછી પણ જ્યાં સુધી શ્રી ઋતુમતી ન થાય ત્યાં સુધી તેની સાથે ગમન કરે તે અતિચાર લાગે.
કાઈ એવા વિચાર કરે કે, મારે પરસ્ત્રીનાં પચ્ચખ્ખાણુ પરંતુ વેશ્યા તે કોઈની સ્ત્રી નથી. માટે તેને થોડુ દ્રવ્ય આપીને પરપુરુષથી તે અમુક સમય પ ́ત ગમન ન કરે તેવા અદેખસ્ત કરી તેટલા સમય માટે મારી સ્ત્રી મનાવી લઉં' તે શી હરકત છે ? ઇત્યાદિ વિચારથી વેશ્યા સાથે ગમન કરે તે દોષ લાગે. કેમ કે જ્યારે તે કોઈની પણ સ્ત્રી નથી તેા તમારી પણ શી રીતે થઇ શકે ? સ્વદારા તેા તે જ કહેવાય છે કે, જેનું પચની સાક્ષીએ પાણિગ્રહુણ કરવામાં આવ્યું હાય, તે સિવાયની બધી પરસ્ત્રી જાણવી. જે ઉક્ત વિચારથી વેશ્યાગમન કરે છે તેને અનાચાર લાગે છે અર્થાત્ તેના વ્રતનો ભંગ થાય છે. ૨. અપરિહિયા ગમણે—પાણિગ્રહણ થયા અગાઉ જેની સાથે માત્ર સગપણુ જ થયુ' છે તેવી સ્ત્રી સાથે ગમન કરે તા અતિચાર વાગે.
पंचिंदिया मणुस्सा, एगगर भुत्तणारिनब्भम्मि । उक्कोसं णवलक्खा, जायंति पगवेलाए ॥ १ ॥ णवलक्खाणं मज्झे जायइ, इक्कस्स दोण्ह व समत्ती । सेसा पुण एमेव य, विलयं वच्यति तत्थेव ||२||
લાખાંશી
અથ—એક વખતના સ્ત્રી સમાગમમાં ઉત્કૃષ્ટ નવ પૉંચેન્દ્રિય મનુષ્ય, ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કોઈ વાર એક, કયારેક બે અને કયારેક ત્રણ બચે છે. બાકીના બધા નાશ પામે છે, એમ તંદુલ વિયાલીમાં કહ્યું છે.
સ્ત્રી સંભોગ બાદ બાર મુહૂત યાનિ સચેત રહે છે, અર્થાત્ તેમાં જીવાની ઉત્પત્તિ અને મૃત્યુ થયાં કરે છે. તે ૧૨ મુહૂર્તની અંદર કોઈ પણ ગતિમાંથી મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હેાય તેવા જીવ તે યોનિમાં મનુષ્યયાનિપણે ઉત્પન્ન થઈ શકે છે..