________________
૭ર૬
જૈન તત્ત્વ પ્રકાશ
ભેગ ભેગવનાર) કહેવામાં શી હરકત છે? અને પિતાના જ સંબંધથી ઉત્પન્ન થયેલી વેશ્યાની પુત્રી સાથે પણ રંડીબાજ લેકે બેગ ભેગવતાં લજવાતા નથી ! આવા પુરુષોને પુત્રગામી કહેવામાં પણ શી. હરકત છે ? અહા ! જે શબ્દ જગતમાં મા બહેનની ગાળરૂપે સાંભળતાં લકે કેધાતુર બની જાય છે, તેવા જ કુકર્મ કરવામાં તેઓ તત્પર બને છે ! આથી વધારે ધૃણાસ્પદ અને ખેદજનક બીજું શું હોઈ શકે ! આવા મહાન અનર્થ અને જુલમનાં કામ વેશ્યાગમનના પરિણામે થાય છે.
આ સિવાય વેશ્યાગામીને ચાંદી, પ્રમેહ, આદિ અનેક ખરાબ રેગે લાગુ પડતાં તે રીબાઈ રીબાઈને, સડી સડીને અકાળે મરે છે. મર્યા પછી પણ નરકમાં પરમાધામી દેવે તેને ધગધગતી લેહ પૂતળીની સાથે, લેઢાના તીર્ણ ખીલાયુક્ત તથા તપ્ત શય્યા પર સુવાડી આલિંગન, કરાવે છે. ઉપર મુગલેને પ્રહાર કરે છે. આવી રીતે બને ભવમાં વ્યભિચાર ભયંકર દુઃખનું કારણ જાણી શ્રાવક પરસ્ત્રીગમનને સર્વથા પરિત્યાગ કરે છે.
૩. અનંગકીડા-કૂચમર્દનાદિ અનેરે અંગે કામક્રીડા કરે તે અતિચાર લાગે. કેઇ એમ વિચારે કે મારે પરસ્ત્રીગમનનાં માત્ર એક કાયાની કોટિએ પચ્ચખાણ છે. પછી પરસ્ત્રીના અધર (હઠ) ચુંબન, કૂચમર્દન, આલિંગનાદિ કરવામાં શું દોષ છે ? આમ કરે તે અતિચાર લાગે. કેમકે તે પણ એક પ્રકારને વ્યભિચાર છે અને અનંગકડા બાદ બ્રહ્મચર્ય પાળવું મુશ્કેલ છે. બ્રહ્મચારીને માટે તે ગુપ્ત અંગે પગનું દૂરથી નિહાળવાનું પણ શાસ્ત્રમાં નિષિદ્ધ છે. તેવી જ રીતે કાષ્ટ, મૃત્તિકા, વસ્ત્ર, ચર્માદિની પૂતળીની સાથે પણ કામક્રીડા કરવાથી અનંબકીડાને અતિચાર લાગે છે.
વળી, કેટલાક હસ્તકર્મ તથા નપુંસક ગમનને પણ અનંગડા કહે છે. આ કર્મ મેહત્પાદક, વિષયવર્ધક છે અને એ રીતે વર્યપાત થવાથી શારીરિક, માનસિક ભારે હાનિ થાય છે. અનેક ભયંકર રેગે.