________________
પ્રકરણ પાંચમું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૨૫ (૧) કોઈ એ વિચાર કરે કે, મારે પરસ્ત્રીગમનનાં પચ્ચખાણ છે, પરંતુ આ કુમારિકા હજી કેઈની સ્ત્રી થઈ નથી તે તેની સાથે ગમન કરવામાં શો દોષ છે ? આમ વિચારી કુમારિકા સાથે ગમન કરે તે અનાચાર લાગે. કારણ કે તે કામ રાજ્યવિરુદ્ધ, જાતિવિરુદ્ધ
અને અનીતિનું છે. જે કદાચિત્ ગર્ભ રહી જાય તે જગતમાં બહુ નિંદા થાય છે અને ગર્ભપાત તથા આત્મઘાત આદિ મહા ભયંકર દુષે નીપજે છે. (૨) કેઈ એ તર્ક કરે કે વિધવાને કઈ માલિક નથી, તેથી વિધવાને મારી સ્ત્રી બનાવીને રાખું તે શું દોષ છે ? આમ વિચારી વિધવા સાથે ગમન કરે તે અનાચાર લાગે. કારણ કે પતિના મૃત્યુ પછી પણ તે વિધવા તેની સ્ત્રી કહેવાય છે, તેથી પરસ્ત્રી જ છે. વિધવાગમનથી કાપવાદ, વ્યાભિચારની વૃદ્ધિ, ગર્ભપાત, બાળહત્યા કે આત્મઘાત આદિ અનેક મહા ભયંકર દેત્પત્તિ હોય છે (૩) કેઈ એ વિચાર કરે કે, વેશ્યા તે કેઈની સ્ત્રી નથી એમ વિચારી તેની સાથે ગમન કરે તે અનાચાર લાગે.
ચાહે કુમારિકા હો, વિધવા હો કે વેશ્યા છે, તે બધી જ પરસ્ત્રી કહેવાય છે. તેનું સેવન ઉત્તમ પુરુષે કદાપિ કરતા નથી. તેમ કરવું એ લૌકિક તેમજ લકત્તર બન્ને પ્રકારે નિષિદ્ધ છે. તેમ જ આ ભવ અને પરભવ બને તેમાં દુઃખપ્રદ છે. વળી, વેશ્યા તે જગતની એંડ છે. સ્વાર્થની સગી છે. સ્વાર્થવશ આંધળા, લૂલા, લંગડા, કુષ્ટરોગી, ચંડાલ, આદિને પણ તે પોતાના પ્રાણપ્યારા બનાવી તેની સાથે ગમન કરે છે. અને સ્વાર્થ સરતે બંધ પડે એટલે તે પ્રાણપ્યારાને પણ ધક્કો મારી બહાર કાઢી મૂકે છે. વળી, વેશ્યાગામી પુરુષો વખતસર માતા, બહેન કે પુત્રીની સાથે ગમન કરવાનું મહા ભયંકર પાપ પણ ગહરી લે છે. કારણ કે વેશ્યાના મકાન ઉપર એવું સાઈનબર્ડ લગાવેલું હેતું નથી કે અમુક સાહેબ અહીં પધારે છે. - જે વેશ્યાને ત્યાં બાપ જ હોય છે ત્યાં બેટો પણ જાય તે તેને માતૃગામી કહેવામાં શી હરકત છે? અને બાપના સંબંધથી ઉત્પન્ન થયેલી વેશ્યાની છોકરી સાથે ગમન કરનારને ભગિનીગામી (બહેનની સાથે