________________
૭૨૩
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મશ્રાવકાચાર શ્રાવક એક રાત્રિમાં બે વાર મૈથુન સેવે નહિ, કારણ કે તંદુલવિયાલિય પન્નામાં કહ્યું છે કે, એક વખત મૈથુન સેવ્યા બાદ ૧૨ મુહૂર્તપર્યંત ચેનિ સચેત રહે છે. ઉત્કૃષ્ટ ૯ લાખ ૦ સંજ્ઞી મનુષ્ય અને અસંખ્ય અસંજ્ઞી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. બીજી વખતના સંગમાં તે બધાને નાશ થઈ જાય છે. ગૃહસ્થને માત્ર પુત્રપ્રાપ્તિને અર્થે જ સ્ત્રીસંગની આવશ્યકતા હોવી ઘટે. અધિક ભેગ ભેગવવાથી પુત્પત્તિને સંભવ પણ ઓછો રહે છે. વેશ્યાને અધિક સંતતિ થતી નથી તે પણ એ જ કારણ જણાય છે. એટલા માટે શ્રાવકે મિતવ્યયી અને સંયમી રહેવું એ પરમ હિતાવહ છે. ત્રીજા અને ચોથ એ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ પાંચમનો આવે, એવી જ રીતે છઠ અને સાતમ બે ભાગ ગયા એટલે ત્રીજો ભાગ આઠમ આવે એમ ક્રમશ: એકાદશી તથા ચતુર્દશી આવે છે.
આમ, આ તિથિઓ ત્રીજા ભાગમાં આવે છે (પૂર્ણિમા અને અમાવસ્યા એ પાક્ષિક પર્વ છે). આ દિવસોમાં પરભવનું આયુષ્ય બંધાવાનો સંભવ છે. એટલા માટે હંમેશ બ્રહ્મચર્ય પળાય તો ઠીક, નહિ તો પર્વ તિથિઓમાં તો સંસારનાં કાર્યોથી વિરકત થઈ દયા, શીલ, સંતોષ, સામાયિક, પપધ, આદિ ધર્મકરણી કરવી જ જોઈએ, કે જેથી દુર્ગતિનું આયુષ્ય ન બંધાવા પામે.
oमेहुणसष्णारूढो णवलक्ख, हणेइ सुहुमजीवाणं ।
केवलिया पण्णत्त, सदहियव्या सया कालं ॥१॥ इजोणिए संभवति, बेइंदिया उ जे जीव । इक्को वा दो वा तिष्णि वा, लक्ख पुहुत्तं तु उक्कोसं ॥२॥ पुरिसेण सह गयाए, तेसिं जीवाणं होइ उद्वणं ।
वेणुगदिद्रुतेणं, तत्तायसलागणाणं ॥४॥
_શી સર્વજ્ઞ પ્રભુએ કહ્યું છે કે, સ્ત્રીની યોનિમાં કોઈ વાર બે. કોઈ -વાર ત્રણ એમ ઉત્કૃષ્ટ નવ લાખ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. જેમ વાંસની નળીમાં ભરેલા તલમાં તપાવેલો લેઢાનો સળિયો નાખવાથી તે તલ બળી જાય છે. તેવી જ રીતે સ્ત્રી પુરુષના સમાગમથી તે બધા જીવો મૃત્યુ પામે છે. આ કથનનું સત્ય શ્રદ્ધાન કરી એવાં પાપથી બચો.