________________
૭ર ૦
જૈન તત્વ પ્રકાશ આપત્તિઓને સામને કરવો પડે છે. આવું જાણી શ્રાવકોએ ચેરીના આવા દરેક કામમાંથી સર્વથા દૂર રહેવું.
પ. તપડિરૂગવવહારે-તપ્રતિરૂપ વસ્તુ મેળવીને આપે તે અતિચાર લાગે. લાલચું લોકે બહુમૂલ્ય વસ્તુઓમાં તેના જેવી જ હલકી કિંમતની વસ્તુઓ ભેળવી વેચે છે. જેમકે ઘીમાં ચરબી અથવા વેજીટેબલ ઘા, સ્વદેશી ખાંડમાં પરદેશી ખાંડ, દૂધમાં પાણી, ઈત્યાદિ ભેળવીને સારા ભાવમાં વેચે છે.
કેટલાક નમૂનો સારો બતાવે છે પણ માલ હલકો આપે છે. ચોરાઉ વસ્તુનું રૂપ પરિવર્તન કરી વેચે છે. પશુઓન અંગોપાંગ છેદી. તેના રૂપમાં ફેરફાર કરી વેચે છે. ઈત્યાદિ મોટી ચોરી કહેવાય છે. ધર્માત્મા શ્રાવકેએ આવી ચેરીઓને સર્વથા ત્યાગ કરવો જોઈએ.
ઉપર મુજબ ત્રીજા વ્રતના અતિચારોનું સ્વરૂપ સમજીને જે જે ચારીનાં કૃત્યો છે તેને પ્રથમ કમી કરે છે ત્યાં સુધી તે તે અતિચાર રૂપે રહે, પણ લોભ વધતાં તે કર્મ અનાચાર રૂપે કરવા લાગી જાય. છે, તેથી વ્રતને ભંગ થાય છે. આ પ્રકારના વ્યવહારથી વ્યાપારીઓને વિશ્વાસ ઘટતું જાય છે. ચેરી તથા દગાબાજીથી વેપારીને ઘણે ફટકો. પડ્યો છે. ભારતની દરિદ્રતાનું એ પણ એક કારણ છે.
ન્યાયાલયમાં ન્યાયાધીશ જેટલો વિશ્વાસ મજુર વર્ગના માણસોને કરે છે તેટલે શાહુકારોને કરતા નથી એ શરમની વાત છે. માટે જાતિ અને ધર્મનું ગૌરવ જાળવવા અને વધારવા તથા પાપથી બચવા ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યથી જ સંતોષ ધારણ કરવો જોઈએ. દુષ્કાળ વગેરે પ્રસંગે ધાન્યાદિ ઘણું જ મેંઘાં થઈ ગયાં હોય ત્યારે શ્રાવકનું કર્તવ્ય છે કે, પોતાના ધર્મનો પ્રભાવ જનતા પર પાડવા માટે તેમ જ ગરીબોના પર અનુકંપા લાવી થોડે નફે સંતોષ માને.
વ્યાજ પણ ગરીબો પાસેથી વાજબી જ છે, પણ સામાની નિરાધારતા કે ગરજનો લાભ લઈ ગરીબનાં ગળાં કરવાં એ શ્રાવકનું