________________
* ૧૭૧૮
જૈન તત્વ પ્રકાશ
ખાનપાન, શસ્ત્ર, મકાનાદિ જે જોઈએ તે સહાય આપે. ચેરને કહેડરવું નહિ, સંકટ પડેયે હું મદદ કરીશ? તારો સઘળે માલ વેચી આપીશ, ઈત્યાદિ પ્રકારે ચોરને સહાય કરે છે તેઓ પણ ચોર કહેવાય છે. અને રાજથી દંડાય છે. આવા કૃત્યને શ્રાવકો અનુચિત જાણી તેને - સર્વથા પરિત્યાગ કરે છે.
૩ વિરૂદ્ધ રજાઈમે–રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે અતિચાર લાગે. રાજના લાભાર્થે અને પ્રજાના સુખાથે રાજ્ય કાયદા કાનૂન ઘડે છે. તેનું પાલન કરવું એ પ્રજાનું કર્તવ્ય છે. તેનો ભંગ કરે, અર્થાત્ દાણચોરી કરે, પ્રતિબંધિત ચીજોનો વેપાર કરે, રાજકર્મચારીએને લાંચ આપી પોતાનો સ્વાર્થ સાધે, ઈત્યાદિ રાજ્યવિરૂદ્ધ કામ કરયાથી કારાવાસ આદિ શિક્ષા ભોગવવી પડે છે. લોકોને વિશ્વાસ ઊઠી જાય છે, બેઈજજતી આદિ કષ્ટ ભેગવવાં પડે છે. આથી પ્રજાનું હિત કરવાવાળા રાજ્યના કાયદાઓને ભંગ શ્રાવકોએ કરે નહિ.
૪. ફડલે ફડમાણે-બેટા તેલાં કે બેટાં માપ રાખે તો અતિચાર લાગે. કેટલાક લોભી લોકો અન્યાયથી દ્રવ્યોપાર્જન કરવા
૧૧. ચોરનો સત્કાર કરી ઊંચા આસને બેસાડે. ૧૨. ઘરમાં ચોર હોય અને પકડવા આવે ત્યારે નથી એમ કહે. ૧૩. ઘર આવેલા ચારને અન્ન વસ્ત્રાદિથી સાતા ઉપજાવે અને જતી
વખતે ભાથું આપે. ૧૪. ચેરને જે જે વખતે જે જે ચીજે જ્યાં જ્યાં જોઈએ તે તે વખતે
તે તે ચીજો ત્યાં ત્યાં પહોંચાડે. ૧૫. થાકેલા ચેરને તેલાદિનું મર્દન કરે, કરાવે, સ્નાન કરાવે, ગોળ,
ફટકડી, વગેરે ખવરાવે, શેક કે મલમપટી કરે. ૧૬. ચેરને ભેજન બનાવવા અગ્નિ આદિ સામગ્રી આપે. ૧૭ એરી લાવેલ ધન, ધાન્ય, વસ્ત્રાભૂષણ, ગૌ, ઘોડા, પશુ વગેરેને રાખવા
ઘરમાં સર્વ પ્રકારને બંદોબસ્ત કરી રાખે. ૧૮. શેરને સર્વ પ્રકારની સાતા ઉપજાવે.
આ ૧૮ પ્રકારે ચરને સહાય દેનાર પણ શેર કહેવાય છે, અને રાજ્યના કાનૂન પ્રમાણે પણ તે ચોર સમાન શિક્ષાને પાત્ર થાય છે.