________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૧૭
વસ્તુ સસ્તામાં મળતી જોઈ લલચાઈને ખરીદી લે છે. તેઓ મનમાં તે સમજે છે કે, આ ચોરીને માલ હવે જોઈએ. પણ વિચારે છે કે, મારે ચોરીને ત્યાગ છે, પણ ચોરાઉ માલ લેવામાં મને શી હરકત છે, ઇત્યાદિ કુવિચારથી ચોરાઉ માલ ખરીદી મનમાં પ્રસન્ન થાય છે કે આજે મને ઠીક કમાણ થઈ. પણ એવું નથી વિચારતે કે, જે આ વાત, પ્રકટ થઈ જશે તે અનેકગણું દ્રવ્ય દેવા છતાં પણ ઈજ્જતની રક્ષા થવી મુકેલ થશે.
કેટલાક તો સ્પષ્ટતાપૂર્વક કહે છે કે, અમને શી ખબર કે આ ચોરીનો માલ છે? પણ લાલચનાં પડળને દૂર કરી જરા દીર્ધદષ્ટિથી વિચારે તો સહેજે માલૂમ પડી જાય કે આ ૧૦૦ નો માલ ૭૫ માં આપે છે તેનું કંઈ કારણ હોવું જોઈએ. વિવેકી શ્રાવક આવી લાલચમાં કદી ફસાત નથી, પરંતુ ચોરીનો માલ ખરીદ કરો તે પણ ચોરી સમાન જાણી તેને પરિત્યાગ કરે છે.
૨. તક્કરપગે–ચોરને ચોરી કરવાની પ્રેરણા કરી ઉત્તજન આપે, તે અતિચાર X લાગે. કેટલાક લોભી મનુષ્ય ચિરીના માલમાં અધિક લાભ જાણી તે ચારને ચેરી કરવાના ઉપાય બતાવે,
૪ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ચોરની ૧૮ પ્રસુકિત કહી છે. ૧. ચેરને કહે, હું તારી સાથે છું, કામ પડયે મદદ કરીશ. ૨. ચોરની સુખસાતા પૂછે. ૩. આંગળી ચીંધી ચોરીનું સ્થાન બતાવે. ૪. પ્રથમ શાહુકાર બની રાજા, શેઠ, વગેરેનાં સ્થાન જોઈ આવે, પછી તે
સ્થાનની માહિતી ચેરને આપે. ૫. ચેરને સંતાવાનું સ્થાન બતાવે. ૬. ચેરને કઈ પકડવા આવે ત્યારે તે પૂર્વમાં ગયો હોય તે પશ્ચિમમાં
ગમે એમ વિપરીત બતાવે. ૭. ચોરને રહેવા મકાન, બેસવાને આસન, સુવાને પથારી, વગેરે આપે. ૮. ચોર પડી જવાથી અથવા શસ્ત્રાદિથી ઘાયલ થતાં તેને ઘેર પહોંચવા
અશ્વાદિ વાહન આપે. ૮. શેરની ઘેર જવાની શક્તિ ન હોય તે પિતાના ઘરમાં છુપાવી રાખે. ૧૦. શેરને માલ ખરીદે.