________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૧૫
કેટલાક તો પ્રાણમુક્ત પણ થઈ જાય છે. કદાચિત તે ચોર પકડાઈ જાય તે તેને પણ મારપીટ, કારાવાસનાં કષ્ટ, સુધા, તૃષાદિ અનેક પરિ તાપ વેઠવા પડે છે. અને વખત પર અકાળ મરણે મરી નરક, તિર્યંચ ગતિનાં અપાર દુઃખને ભક્તા બને છે. માટે ચોરીને બન્ને લોકમાં દુઃખદાતા જાણીને શ્રાવક ચોરીને પરિત્યાગ કરે છે.
૨. ગાંસડી છોડી-કઈ ગ્રામાંતર કે દેશાંતર જતી વખતે તથા. ચોરાદિકથી બચવા માટે પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય ધનને પેટી, પટારા, કબાટ, ડબ્બા, કેથળી, વગેરેમાં રાખી અથવા ગાંસડી પોટલી બાંધી પોતાના પાડોશી કે મિત્ર સ્વજન પર ભરોસે રાખીને તેમને ત્યાં સાચવવા મૂકે છે, પછી તે ધનને સાચવનારની બુદ્ધિ બગડે અને લાલચમાં પડી તે પેટી, ગાંસડી, વગેરેને ખેલી તેમાંથી માલ કાઢી લે. અને પોતે શાહુકાર છે એવું બતાવવા તેમાં બીજે ખરાબ અથવા ઓછી કિંમતને માલ ભરી દે અને પેટી, ગાંસડી, વગેરે જે સ્થિતિમાં હતાં તેવી જ સ્થિતિમાં રહેવા દે.
જ્યારે મૂળ માલિક તે વસ્તુ પાછી લેવા આવે ત્યારે તેને તે સોંપી દે અને પોતાની શાહુકારી દેખાડવા કહે કે ભાઈ! જોઈ લેજે; બરાબર સંભાળી લેજે. પછી અમે જવાબદાર નથી. તે બિચારો મેળો અને વિશ્વાસુ તેના ઉપર વિશ્વાસ રાખી બહારથી બધું હતું તેમનું તેમ જેવાથી વગર ત્યે જ પોતાને ઘેર લઈ જાય છે. અને ઘણું જ ઉત્સાહપૂર્વક પેટી આદિ ખોલે છે. પરંતુ જ્યારે પોતે મૂકેલો માલ: તેમાંથી નીકળતું નથી ત્યારે તે બિચારો ગભરાઈ જાય છે.
એક પસાનું પણ નુકસાન થતાં ગૃહસ્થને ખાવું ભાવતું નથી. તે પછી જેના ઉપર આખી જિંદગીને આધાર હોય તેવી વસ્તુઓ ચાલી જવાથી તેને કેટલું બધું દુઃખ થાય ! તે વાચકે જ વિચારી લેવું. આવા વિશ્વાસઘાત-મહાપાપને શ્રાવક પરિત્યાગ કરે છે.
૩. તાળું પર ફેંચીએ કરી-કઈ મનુષ્ય ઘર, દુકાન, વખાર, તિજોરી, પેટી, વગેરેને તાળું વાસી પોતાના વિશ્વાસુ મનુષ્યને તેની .