________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર
૭૧૩
બદમાશ, ધૂર્ત, આદિ લજજાસ્પદ નામથી સંબોધે છે. આ પ્રમાણે લેકમાં અનેક હાનિ થાય છે અને મૃત્યુ બાદ પરલોકમાં તે મૂંગે, તેતડે, કટુભાષી, દુર્ગધયુક્ત મુખવાળ આદિ મેઢાના અનેક રોગોથી ગ્રસ્ત થઈ દુઃખી થાય છે. એકેન્દ્રિયાદિ જાતિમાં ઉત્પન્ન થાય છે. તથા નરકગતિમાં જાય છે ત્યાં પરમાધામી તેના મોઢામાં કાંટા કે મે મારે છે, જીભ ખેંચી કાઢે છે, ઈત્યાદિ જૂઠ વચનનાં માઠાં ફળને જાણીને સુજ્ઞ જીવોએ જૂઠનો સર્વદા સર્વથા પરિત્યાગ કરવો જોઈએ.
સત્યનું ફળ–સત્ય સઘળા સદ્દગુણોને ખેંચી લાવે છે. સત્યવંત સર્વને વિશ્વાસપાત્ર હોય છે. કરેલાં શુભ કર્મ કે ધર્મનાં સર્વોત્તમ ફળને દાતા સત્ય + જ છે.
કહેવત છે કે, “સત્યકી બાંધી લમી ફિર મિલેગી આય.”
જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મીને નિવાસ છે. સત્યવંતનું કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે. સત્યના પ્રભાવથી મહા ભયંકર રોગો પણ નાશ પામે છે. સત્યથી સંગ્રામમાં તથા સંવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. સત્યવંતનાં મંત્ર, યંત્ર, તંત્ર, વિદ્યા, ઔષધાદિ તત્કાળ ફળદાયી નીવડે છે. સત્યવંત સદૈવ નિશ્ચિત અને નિર્ભય હોય છે. તેને કયારેય પણ મોટું સંતાડવું
* અથર્વવેદ મંડુકે પનિષદમાં કહ્યું છે કે, રાજ્યમેવ ઝરે નાસ્તૃત અર્થાત સત્યને જ જમે છે; અસત્યને નહિ.
नास्ति सत्य समो धर्मो, न सत्याद्विद्यते परं । न हि तीव्रतरं किंचिदनृतादिह विद्यते ॥
[મહાભારત આદિ પર્વ ] અર્થ-જગતમાં સત્ય સમાન કેઈ ધર્મ નથી અને સત્યથી કે શ્રેષ્ઠ નથી અને અસત્ય સમાન કેઈ પાપ નથી અને તેના જેવું કંઈ બૂરું પણ નથી. सत्यप्रतिष्ठायाम् क्रियाफलाश्रयत्वम् ।
[ પાતંજલ યોગદર્શન ] અર્થ–સત્યની સિદ્ધિ થતાં અર્થાત્ સત્યનું આચરણ કરતાં ક્રિયાના ફળની સિદ્ધિ થાય છે. એટલે કે સત્ય આચરનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે.