________________
૭૧૪
જૈન તત્ત્વ પ્રકાશ
પડતું નથી. સત્યવંતનાં કથન નરેંદ્ર, સુરેન્દ્રને પણ માનનીય હોય છે. સત્યવંતની પાસે મહાન પુરુષો પણ સલાહ પૂછવા આવે છે. સત્યથી દુશ્મન પણ વશ થઈ દાસ બની રહે છે. સત્યવંત આ લોકમાં નરેદ્રદેવેન્દ્રને પૂજ્ય હોય છે અને ભવિષ્યમાં પણ ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, આદેય. વચની અને સ્વર્ગ મેક્ષનાં સુખને ભક્તા બને છે. ત્રીજું અણુવ્રત-શૂલાએ અદિન્નાદાણુઓ વેરમણું
સાધુની પેઠે સર્વથા પ્રકારે અણદીધી વસ્તુ ગ્રહણ કરવાથી અર્થાત્ ચોરીથી નિવવું ગૃહસ્થને માટે મુશ્કેલ છે. કારણ કે ધૂળ, કાંકરા, તૃણ, આદિ નિર્માલ્ય વસ્તુઓ ગ્રહણ કરતી વખતે ગૃહસ્થ કેઈની આજ્ઞા મેળવવાની દરકાર કરતા નથી. તેમ જ ખરીદીને લાવેલી વસ્તુ કદાચિત સામાની નજરચૂકથી ડી અધિક આવી ગઈ હોય તો તે પાછી આપવા પણ કઈ ભાગ્યે જ જાય છે. આમ, સંસાર વ્યવહારનાં અનેક કામમાં નાની નાની ચોરીના દોષ સેવાઈ જાય છે. ' આ પ્રકારની ચોરી યદ્યપિ લોકવિરુદ્ધ ગણાતી નથી, તથાપિ લકત્તર વિરુદ્ધ તે અવશ્ય છે. આનાથી બચાય તે ઘણી સારી વાત છે. નહિ તે નીચે જણાવેલી ચાર પ્રકારની સ્કૂલ ચોરી કરવાનાં પચ્ચખાણ તે દરેક શ્રાવકે અવશ્ય કરવાં જોઈએ.
૧. ખાતરખણી-ગૃહસ્થને ધન પ્રાણથી પણ અધિક વહાલું હોય છે. ધનવાન મનુષ્ય ધનના રક્ષણ માટે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાયે યોજે છે. જમીનમાં દાટે છે, તિજોરીમાં મૂકે છે, ચોકી પહેરે ગોઠવે છે. જાગતે સૂવે છે, ઈત્યાદિ પ્રયત્ન ધનની સંભાળ માટે કરે છે. પરંતુ જેઓ અન્યાયથી દ્રવ્યોપાર્જન કરનાર હોય છે તેમને ધનવાનાં તેવાં દુઃખની કશી પણ પરવા હોતી નથી. તેઓ તે કેશ, કોદાળી, આદિ શસ્ત્રપ્રયાગથી ભીંત વગેરેમાં બાકોરું પાડી, બારીબારણું તેડી, વંડી વગેરે ઓળંગી ગુપ્તપણે રાખેલા ધનને ઉઠાવી જાય છે.
માલિક જ્યારે આ વાત જાણે છે ત્યારે તે બિચારાને બહુ આઘાત થાય છે, ખૂબ ખૂબ દુખ થાય છે અને વલોપાત કરે છે.