________________
૧૭૧૨
જૈન તત્વ પ્રકાશ ૯. લજજા-શરમનો માર્યો દુર્ગણ છુપાવવા જૂઠ બોલે છે. ૧૦. કીડા-સ્ત્રી સન્મુખ જૂઠ બોલે છે. ૧૧. હર્ષોત્સાહ-ઉસવાદિ પ્રસંગે હર્ષાવેશમાં જૂઠ બોલે છે. ૧૨. શાક-વિયેગાદિ પ્રસંગે શંકાકુલ થઈ જૂઠ બોલે છે.
૧૩. દાક્ષિણ્ય-પોતાની ચતુરાઈ બીજાને બતાવવા વકીલ, બેરિટર, આદિ જૂઠ બોલે છે.
૧૪. બહુ બોલવાથી–બહુ બોલ બોલ કરવાની ટેવ હોય છે. તેનાથી પણ જૂઠું બોલાઈ જાય છે.
શ્રાવકોએ ઉપરનાં ૧૪ કારણોને વશ પડવું નહિ, અને કદાચિત્ વશ થવાય તે પણ જૂઠ તે બોલવું જ નહિ.
બીજાં કેટલાક સત્ય વચન પણ અસત્યના જેવાં જ હોય છે, જેમ કે, આંધળાને આંધળો, કાણાને કાણો, કેઢિયાને કેઢિયે, નપુંસકને નામર્દ, હીજડે, ચોરને ચોર, લબાડને લબાડ, વ્યભિચારીને વ્યભિચારી, ગોલાને ગોલો, વિધવાને રાંડ અને વંધ્યા સ્ત્રીને વાંઝણ કહે. ઈત્યાદિ વચન યદ્યપિ સત્ય છે, તે પણ તે વચને મનુષ્યને દુખપ્રદ અને અમનોજ્ઞ હોવાથી ભગવાને તેવાં વચનને પણ જૂઠમાં ગણ્યાં છે. શ્રાવકે એવાં વચન બોલવાં ઉચિત છે નથી.
જૂઠ વચનનું ફળ-જૂઠ બેલનારના બધા સદ્દગુણે નાશ પામે છે, જૂઠ બોલનારને કેઈ વિશ્વાસ કરતું નથી. તેનાં મંત્ર, યંત્ર તંત્ર, વિદ્યા, ઔષધિ આદિ નિષ્ફળ જાય છે. જૂઠ બોલનારને વખતે કમોતે મરવું પડે છે. જૂઠાને લેકે ગપ્પી, લબાડ, લુચ્ચે, ઠગ,
x न सत्यमपि भाषेत् परपीडाकारक च ।
लोके पि जयते, यस्मात् कौशिको नरक गतः ॥ અર્થ-જે વચને અન્યને પીડાકારી તે સત્ય હોય તે પણ બોલવાં નહિ. કેમ કે લૌકિક શાસ્ત્રમાં એમ સંભળાય છે કે, કૌશિક મુનિ અન્યને દુઃખપ્રદ વચન બોલવાથી નરકમાં ચાલ્યા ગયા.