________________
૬૯૮
જૈન તત્ત્વ પ્રકાશ
અને આરામ આપણને જેટલાં પ્રિય છે તેટલાં જ તેમને પણ પ્રિય છે. પેાતે મેાજશેાખ ઉડાવવા અને આશ્રિતાને તલસાવવાં તે દયાળુનુ વ્ય નથી.
પેાતાનાં માતાપિતા, વજન કે જેમણે આપણા ઉપર ઘણા ઘણા ઉપકાર કર્યા છે અને મહાકષ્ટ પ્રાપ્ત કરેલી લક્ષમી પણ આપણને સુપરત કરી છે, આ બધું એટલા માટે કર્યું છે કે, અમારી વૃદ્ધાવસ્થામાં તેએ અમને સુખી કરશે, પાલન પાષણ કરશે.
આમ છતાં તેમની સાથે કૃતઘ્નતા કરવી, વિશ્વાસઘાત કરવા તે ધાર પાપ છે. જેમની દોલત વડે પાતે સુખાપભાગ કરી રહ્યા છે, એવાં માબાપ અથવા જેમના પરિશ્રમના પરિણામે પૈસા પ્રાપ્ત થયા છે એવા ગુમાસ્તા, દાસ, દાસી કે જેમણે આખી ઉમર મહેનત મજૂરી કરી શેઠનું ઘર ભર્યું... હાય, તે વૃદ્ધ થાય કે રાગાદિ કારણે અશક્ત અને ત્યારે તેમને દુઃખિત દશામાં છેાડી દેવાં, પગાર બંધ કરવા, આજીવિકા તેડી નાખવી એ પણ વિશ્વાસઘાત જ છે. અને એમાંથી અધિક ઉપકાર પશુઓના છે. બિચારાં નિર્માલ્ય ઘાસચારા ખાઇ ને દૂધ, ઘી, માવેા, માખણ, મલાઈ, છાશ આદિ બળપ્રદ અને સ્વાદિષ્ટ પદાર્થો આપીને આપણું પાષણ કરે છે. તેમના જનતા ઉપર કેટલેા મહાન ઉપકાર છે?
જે માતાનું વર્ષ બે વર્ષ દુગ્ધપાન કરીએ છીએ તેમની ઉમરભર સેવા કરીએ છીએ, તેા પછી વર્ષોનાં વર્ષો સુધી એટલે જીવનભર દુગ્ધપાન કરાવનાર મહામાતા ગૌ આદિ પ્રાણીઓની કેટલી સેવા મજાવવી જોઇએ ? વળી, એક માતાનું દૂધ પીનારા બે ભાઇએ પરસ્પર કેવા સંબંધ રાખે છે! તે પછી ગૌમાતાના પુત્રો પ્રત્યે પણ આપણે પ્રેમભાવ શા માટે ન રાખીએ? એના ઉપર જુલમ કરીએ, અને જિંદગીભર નપુંસક બનાવી દઈ એ એ કેટલી કૃતઘ્નતા ! કેટલી નિર્દયતા ! સગા ભાઈ એ વખતે મેઇમાન બને છે પણ પશુ તા. ભાઇથી પણ વિશેષ મદદરૂપ નિમકહલાલ અને ઉપકારક હાય છે.