________________
પ્રકરણ ૫ મું: સાગારી ધર્મ-શ્રાવકાયાર
આવી જ રીતે. દત્તક પુત્ર લેવા માટે કે આપવા માટે, ગુમાસ્તા નાકર રાખવાને માટે તેમના યથાર્થ ગુણ અવગુણને છુપાવી અસત્ય ખેલે છે. આ માણસ સત્યવંત છે, શીલવંત છે, દયાળુ છે, પ્રમાણિક છે, સાહસિક છે, ઉદ્યમી છે, ઈત્યાદિ ખાટુ મેલીને અન્યને ફસાવે છે. પછી તે ચાર, ભરાડી, વ્યભિચારી, આદિ દુગુ ણુવાળા નીકળે તો પરસ્પર અનેને અનેક કષ્ટ ઉઠાવવાં પડે છે. આ જ પ્રમાણે, પેાપટ, મેના, કમૃતર; આદિ બધાં દ્વિપદી પક્ષીઓના સબંધમાં પણ જાણવું. શ્રાવકોએ આવી જાતના પૃષાવાદથી નિવવુ જેઈ એ.
૨. ગવાલિક—ગૌ સંબંધી મૃષાવાદ–ચતુષ્પદોમાં ગાય શ્રેષ્ઠ હાવાને લીધે અહીં ગૌ શબ્દ ગ્રહણ કર્યા છે પરંતુ બધાં ચતુષ્પદોના આમાં સમાવેશ થાય છે. એટલા માટે ગાય, ભેંસ, ઘેાડાં, હાથી, બળદ, પાડા, ઊંટ, બકરાં, વગેરે પશુઓને વેપાર કરવા તે શ્રાવકોને અનુચિત છે જ; પણ કદાપિ ઘર સંબંધી પશુ આદિ વેચવાના પ્રસંગ પ્રાપ્ત થાય તે શ્રાવક જરા પણ અસત્ય ખેલે નહિ.
જેવી રીતે અજ્ઞ લેાભીજને ઔષધાદિ પ્રયાગ કરી ગાય, ભેંસ, વગેરેના આઉ મેટા બનાવે છે. અથવા શી'ગડાં વાંકાંચૂકાં કે ખરાખ આકૃતિમાં હાય તેને સારી આકૃતિમાં બનાવી દે છે અને કહે છે કે, આ ગાય વા ભેંશ બહુ સારી છે, સેાજી છે, ઘણું દૂધ દે છે. આ બળદ કે ઘેાડા ચાલવામાં તેજ છે, ઉમરમાં નાના છે, વગેરે ખાટા ગુણ બતાવી વેચે છે. અને પછી કહ્યા પ્રમાણે ન હાય તા ખરીદનારને ઘણા પસ્તાવા થાય છે અને પશુ દુઃખ પામે છે માટે એવુ· કૃત્ય. શ્રાવકે કરવું અનુચિત છે. શ્રાવકે ચતુષ્પદ સંબંધના જૂડથી નિવવુ' જોઈએ. ૩. ભામાલિક-જમીન સંબંધી મૃષાવાદ–જમીન બે પ્રકારની હાય છે. ૧. ક્ષેત્ર-ખુલ્લી જમીન તે ખેતર, વાડી, ખાગ, જંગલ, કૂવા, તળાવ, વાવડી, વગેરે અને, ર. વત્થ ઢાંકી જમીન તે ઘર, હવેલી, દુકાન, વખાર, વગેરે જમીન સંબ’ધી જૂઠ બાલે. જેમકે, જે ખેતર કે બાગ બગીચામાં ધાન્ય કે ફળાદિની ઉત્પત્તિ થાડી હાય અથવા હલકા પ્રકારની હાય તેને વિશેષ અને ઊંચા પ્રકારની ઉત્પત્તિ થતી હાવાનુ
૭૦૩