________________
* '૭૦૧૨
જન તત્વ પ્રકાશ પાળનારા અને મહાજન નામ ધરાવનારામાં આવું બને તો તે સદાશ્ચર્યની વાત છે.
કેટલીક હલકી ગણાતી કેમોમાં પણ અત્યંત ગરીબીના દુઃખથી પીડિત હોવા છતાં પણ તેઓ કન્યાવિકા નિમિત્તે એક કોડી પણ લેતા નથી. બલ્ક કન્યાને યથાશક્તિ કરિયાવર કરે છે. વળી કેટલીક કોમમાં પુત્રીના ઘરનું પાણી પીવાનું પણ નિષેધ કર્યું છે. તેઓ પુત્રીને ઘરનું પાણી પણ કદી પીતા નથી. ઘણા લોકો દ્રવ્યની લાલચે પોતાના પેટની દીકરીને ગાય બકરીની પેઠે વેચે છે. મડે મીંઢળ બાંધે છે. તે બિચારી આખો જન્મારો રોઈ રોઈ પૂરી કરે છે. આવા દુઃખની ખાઈમાં દીકરીને ધકેલી દેતા માબાપને જરા પણ દયા કે શરમ આવતી નથી! અરે, કસાઈથી પણ અધિક નિર્દય કઠોર હૈયાવાળા બનીને પોતાની પ્યારી પુત્રીના રક્તમાંસનું શોષણ થઈ જાય, બિચારી ઝુરી ઝૂરીને મરે, એવાં ઘેર અપકૃત્ય કરતાં લગાર પણ અચકાતા નથી, કજોડાં અને કન્યાવિક્રયના કારણથી બાલવિધવાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. એટલું જ નહિ પણ વ્યભિચાર, ગર્ભપાત, બાલહત્યા અને આત્મહત્યા જેવા ઘર અનર્થો થઈ રહ્યા છે છતાં પણ મહાજનોની આંખ હજી ઉઘડતી નથી. આવાં કૃત્ય કરે છે તે શ્રાવકપદને તો લાયક નથી. પણ તેમનામાં માણસાઈ પણ નથી, એમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નથી. આટલા માટે જે શ્રાવક હોય છે તે કન્નાલિકને ત્યાગ અવશ્ય કરે છે. કન્નાલિક શબ્દમાં વર x અલિક એટલે વર સંબંધી જઠું બોલવું તેને પણ સમાવેશ થઈ જાય છે. વિષયલેલુપી વૃદ્ધ વયે પરણવાને તૈયાર થનાર લેક પણ સમાજને શાપ સમાન છે. આવા લોકેને સહકાર આપ એ પણ મહા અનર્થનું કારણ છે. બુઢાપામાં વરરાજા બનવાની અભિલાષાએ કલપ લગાવી ધોળા વાળને કાળા કરે છે, પથ્થરના દાંતની બત્રીશી ચડાવે છે, વગેરે ઢગથી પોતાની ઉમ્મર નાની બતાવી બીજાઓને ફસાવે છે. કેઈ પૂછે કે કેટલાં વર્ષ થયાં? તે વાફ પટુતાથી તેને છેતરે. આવાં કૃત્ય શ્રાવકોને માટે તદ્દન અનુચિત છે.