________________
૭૦૪
જૈન તત્વ પ્રકાશ કહે, જે જળાશયનું પાણી ખરાબ અને રોગિષ્ટ હોય તેને સ્વાદિષ્ટ સ્વચ્છ, આરોગ્યપ્રદ અને અખૂટ બતાવે, મકાનમાં વ્યંતરાદિને કે સર્પદિનો ઉપદ્રવ હોય-વિષમ સ્થાન આદિ દોષયુક્ત હોવા છતાં નિરૂપદ્રવી સાતાકારી કહે.
આ પ્રમાણે ખરાબ વસ્તુને સારી કહી બીજાને ઊંચી કિંમતે વેચે, વિશ્વાસઘાત કરી બીજાને ફસાવે, તથા દુશ્મનોની સારી વસ્તુને ખરાબ બતાવી તેના ગ્રાહકોને ભરમાવી લાભાંતરાય પાડવાથી અનેક ઝઘડા ઉત્પન્ન થાય છે, અને શ્રાવકને વિશ્વાસ ઉઠી જાય છે. બીજા પણ ઘણુ અનર્થ થવા પામે છે. એટલા માટે ઉપર કહેલાં જૂઠ બોલવા નહિ, દગો કરે નહિ. ભોમાલિક શબ્દમાં બધી અપદ (પગ વગરની) વસ્તુઓને સમાવેશ થાય છે. આથી સચેત માટી, પાણી, વનસ્પતિ, ફળ, ફૂલ, ધાન્યાદિ માટે તથા અચેત વસ્તુ વસ્ત્ર, ભૂષણ, સૂવર્ણ, ચાંદી, વાસણ, વગેરેને માટે, મિશ્ર વસ્તુ કરિયાણા આદિને માટે પણ અસત્ય ન બોલવું. કેમકે જેઓ ઉક્ત પ્રકારનું જુઠ બોલે છે તે પણ અનર્થનું કારણ છે. એવું જાણું શ્રાવકે અપદ વસ્તુઓને માટે પણ જુઠ બોલવું ન જોઈએ.
૪. થાપણુમેસ-કેઈની થાપણ ઓળવવા જુઠું બોલવું તે થાપણમેસે. કેઈ મનુષ્ય મહા પરિશ્રમે યોગ્યાયેગ્ય કર્મો કરીને દ્રવ્યપાર્જન કરે અને તે દ્રવ્ય સમય પર મને કામમાં આવશે ઈત્યાદિ વિચાર કરી પિતાનાં સંબંધી જનોને તે પ્રાણથી પણ અધિક પ્રિય એવું દ્રવ્ય ગુપ્ત રાખવા માટે આપે. મિત્ર અથવા શાહુકાર ઉપર વિશ્વાસ રાખી છાની રીતે સેપી જાય, પછી તે દ્રવ્યના લેભમાં લેભાઈને મિત્ર અથવા શાહુકાર તે દ્રવ્ય અથવા આભૂષણાદિક (થાપણ મૂકેલ પદાર્થોને) છુપાવી દે, ભાંગફોડ કરી તેનું રૂપાંતર કરી નાખે અથવા વેચી નાખે. અને જ્યારે તે પાછો લેવા આવે ત્યારે “ર કોટવાલને દંડે” એ કહેવત પ્રમાણે પિતાની ચોરી છુપાવવા માટે તે બિચારાને ચોર ઠરાવી તેના પર જુઠાં કલંક ચડાવે, બિચારા નિર્દોષ ગરીબની ફજેતી કરે, કેમકે તેનું સાક્ષીભૂત તો કઈ હોતું નથી.