________________
જૈન તત્વ પ્રકાશ
ભૂલથી કે પરવશપણાથી આ ખરાબી થઈ હશે, તે જેવી રીતે અજ્ઞાન બચું કંઈ બગાડ કરે તે તેને નાદાન જાણ ક્ષમા કરવી જોઈએ, વચન દ્વારા કરાતી શિક્ષા ઘણી માની લેવી, પરંતુ ભૂખ્યા તરસ્યાં રાખવાં અનુચિત છે.
કદાચિત એમ પણ બનવા જોગ છે કે, ભૂખ તરસને દંડ આપ્યા વિના તે સુધરે તેમ નથી તે જ્યાં સુધી તેમને ખવરાવે પીવરાવે નહિ
ત્યાં સુધી પોતે પણ ખાનપાન ભગવે નહિ. જવરાદિ રોગની નિવૃત્તિ માટે લાંઘણ કરાવવી પડે છે તે વાત અલગ છે ૪.
ઉક્ત પહેલા વ્રતના પાંચ અતિચાર અધોગતિમાં લઈ જવાવાળા છે. તેનાથી આત્માને બચાવવાને માટે તેનું જાણપણું તે જરૂર કરવું જોઈએ. પણ તે અતિચારોને આચરવા નહિ-અંગીકાર કરવા નહિ. આ પ્રમાણે પ્રથમ વ્રતનું અર્થાત્ ભગવતી દયાનું જે જીવ સમ્યફ પ્રકારે આરાધન કરશે તે બને લોકમાં આરોગ્ય પ્રાપ્ત કરશે, બળવંત થશે, જય અને એશ્વર્યાદિ અનેક સુખોને ભેતા બની કમશઃ થોડા જ ભવમાં મોક્ષનાં અનંત સુખ પ્રાપ્ત કરશે.
: શ્રી ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં ભગવંત શ્રી મહાવીર સ્વામીએ આનંદશ્રાવકને વ્રતાના અતિચાર બતાવતાં પ્રથમ વતના પાંચમા અતિચારમાં કહ્યું છે કે “મત્તirl કુછg અર્થાત શક્તિ હોવા છતાં પણ જો કોઈને આહાર પાણીની અંતરાય પાડીશ તો તારા પહેલા વ્રતમાં અતિચાર લાગશે. એટલા માટે શ્રાવકે સવા પહાર દિવસ ચડે ત્યાં સુધી પોતાનાં ઘરનાં દ્વાર ઉઘાડાં (અભંગદ્વાર) રાખતા હતા, કાઈ પણ ભૂપો તો પોતાનાં દ્વાર પર આવી નિરાશ થઈ પાછા ન ફરે.
અહીં કે કહે કે, શ્રાવક તા સાપુને દાન દેવા માટે ઉઘાડાં દ્વાર રાખતાં હતા. તો આ સ્થન શાસ્ત્રથી મળતું નથી. કેમ કે ચોથા આરામાં તો સાઓ બે પહોર દિવસ ચડયા પછી જ ગોચરીએ જતા હતા. તેથી આ નિયમ અભ્યાગતને માટે જ હતા, અફસોસની વાત તો એ છે કે, આ શાસ્ત્રને માનનારા જ ભૂખ્યા તરસ્યાં અભ્યાગતાને અન્નપાન દેવામાં એકાંત પાપ બતાવે છે, તેઓ ઉક્ત જિનવાણીને વિપરીત પરિણમાની ભેળાઓને ભ્રમમાં નાંખે છે, સુજ્ઞ જનોએ આવા ઉત્સવ પ્રરૂપકોના ફંદામાં ફસાવું ન જોઈએ,