________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ–શ્રાવકાચાર
જરા આંખ ઉઘાડીને જુઓ તે ખરા ! ગાયના પુત્રો જગત પર કેટલે અનહદ ઉપકાર કરી રહ્યા છે ! હળ ખેંચી અન્ન, વસ્ત્ર, ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, કેસ વડે કૂવામાંથી પાણી કાઢવું, ગજા ઉપરાંત ભાર ભર્યો હોય છતાં ઈચ્છિત સ્થળે પહોંચાડી દે, ભૂખ, તરસ, ટાઢ તાપ સહીને ખાડા, ટેકરા, પહાડ કે ઉજજડ જમીન વગેરેની દરકાર ર્યા વગર અવિરત પરિશ્રમ કરી માનવજાતનાં અનેકવિધ કાર્યોમાં મદદગાર થવું, સુમિત્રની પેઠે પાલક પ્રત્યે પ્રેમભાવ રાખવો, સુશિષ્યની પેઠે તાડનતર્જન સહેતાં સહેતાં સેવા કરવી, વિશ્વાસુ નોકરની પેઠે પહેરેગીરી કરવી, સાધુની પેઠે જેવો મળે તેવો રાક ખાઈ સંતુષ્ટ રહેવું એ બધું પશુ વિના કોણ કરશે?
ઊનનાં ગરમ વસ્ત્રો અને કસ્તૂરી જેવા બહુ મૂલ્યવાન્ પદાર્થો. પણ પશુઓને પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. વિશેષ શું કહીએ ? પશુઓના શરીરથી ઉત્પન્ન થતાં છાણ, મૂત્ર પણ નકામાં જતાં નથી. ખાતરરૂપે, બળતણરૂપે, ઔષધરૂપે, ઘર સ્વચ્છ કરવામાં એમ અનેક પ્રકારે ઉપયોગી નીવડે છે. તેઓ મરી ગયા પછી પણ તેમના શરીરનો કોઈ પદાર્થ નકામે જતો નથી. તેમના ચામડાનાં પગરખાં બને, તે કાંટા કાંકરા, તાપ, ટાઢથી પગનું રક્ષણ કરે, હાડકાં ખાતરમાં ઉપયોગી થાય; એવાં ઉપયોગી. અને ઉપકારક પ્રાણીઓ સાથે વિશ્વાસઘાત કરવો, કૃતઘનતા કરવી એ મહાપાપ છે. આમ વિચારી જે ધર્મામા હોય તે પશુઓનું તેમની જિંદગી. સુધી પોતાના કુટુંબીઓની પેઠે પાલનપોષણ કરે છે. દૂધ દેતાં બંધ થાય, વૃદ્ધ, અશક્ત કે રોગી થાય તો પણ તેમને ખાનપાનની અંતરાય પાડતા નથી, કાઢી મૂકતા નથી કે ઘાતકી મનુષ્યોને વાધીન. કરતા નથી.
કદાચિત્ મનુથ અથવા પશુ દ્વારા કંઈ બગાડ થઈ જાય તે. વિચારવું કે જાણી જોઈને તે કોઈ ખરાબી કરતું જ નથી, કોઈ કારણથી
* यस्मिन जीवति जीवन्ति, बहवः सन्तु जीवति !
જાવેદ જિ નિ યુકતે, ચંદવા વાપૂજન !! અર્થ—જેના આશ્રયથી ધણા જીવ જીવિત રહે તે જ જીવતર છે, નહિ. તે પિતાનું પેટ તો કાગડા પણ ભરે છે.